ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના સંસદ વિનોદ ચાવડાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો - Gujarat

મોરબીઃ કચ્છ મોરબી લોકસભા વિસ્તારના સાંસદ વિનોદ ચાવડા સતત બીજી વખત જંગી લીડથી વિજેતા બનતા આજે મોરબીમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંસ્થાઓએ સાંસદ વિનોદ ચાવડાનું સન્માન કર્યું હતું.

કચ્છ લોકસભા બેઠકના સંસદ વિનોદ ચાવડાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

By

Published : Jun 5, 2019, 11:47 PM IST

કચ્છ મોરબી લોકસભા વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા સતત બીજી વખત જંગી લીડથી વિજેતા બનતા આજે મોરબીમાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંસ્થાઓએ સાંસદ વિનોદભાઈનું સન્માન કર્યુ હતું.

કચ્છ લોકસભા બેઠકના સંસદ વિનોદ ચાવડાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

કચ્છ-મોરબીની લોકલભા બેઠક પરના સાંસદ ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજય રહ્યા હતા. તેમના સન્માનમાં અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી પંથકમાંથી તેમને 48, 000થી વધારે મતોની સરસાઇ મળીથી જીવ મેળવી હતી. બુધવારના રોજ કાર્ય કરનારના પ્રમુખ અને ઇન્ચાર્જને બહુમાન કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે સાંસદ મોહન કુંડારિયા પૂર્વ પ્રધાન જંયતીભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જાડીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ વિનોદ ચાવડાએ તેમના લોકસભા ક્ષેત્રે મોરબીના ઉદ્યોગ રેલવે સહિતના પ્રશ્નો અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરી પ્રજાહીતના કાર્યો કરવા જણાવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં તમામ કાર્યકરો સહિત મતદારોનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details