- છોકરીઓની મશ્કરી કરવાની ના કહેતા ઝઘડો, ત્રણ યુવાન પર હુમલો
- છરી વડે હુમલો કરનાર અજાણ્યા શખ્સ સહિત 5 વિરુદ્ધ સામે ગુનો
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબી: વૃંદાવન પાર્કમાં રહેતા રાજદીપસિંહ ઝાલાએ દેવાંગ વિજય રજપૂત સહિત અન્ય ચાર આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. છોકરીઓની મશ્કરી કરવા અંગે યુવાનો વચ્ચે ઝઘડો થતાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. જેમાં છરી વડે ઇજા કરાતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.
ઈસમોએ અન્ય મિત્રોને ઘટના સ્થળે બોલાવી માહોલ ગરમાવ્યો હતો
રાજદીપસિંહ અને તેનો મિત્ર ક્રિકેટ રમી રહ્યાં હતાં ત્યારે બે ઇસમો છોકરીઓની મશ્કરી કરી રહ્યા હતાં. રાજદીપસિંહે બંને ઈસમોને તેમ ન કરવાની સલાહ આપી હતી. જેમાં ઈસમોએ અન્ય મિત્રોને ઘટના સ્થળે બોલાવી માહોલ ગરમાવ્યો હતો અને છરી વડે હૂમલો કર્યો હતો. જેમાં રાજદીપસિંહ સહિત અન્ય મિત્રોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. મોરબી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.