મોરબી: રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડના રહેવાસી પુજાબેન હિતેશભાઈ પાટડીયા વાણંદ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રક્ષાબંધન હોવાથી તેના પતિ હિતેશભાઈ પાટડીયા અને દીકરી શિયા સાથે રાજકોટથી મોરબી તેના દિયર વિશ્વાસના ઘરે આવ્યા હતા.
મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રોહિત કાંતિભાઈ મકવાણાને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. જેનું મૃત્યુ થયુ છે. છતાં દર વર્ષે તેના ઘરે ફોટા પર રાખડી મુકવા જતા હોય છે, ત્યારે તે રામકૃષ્ણનગરમાં ગયા હતા ત્યારે આરોપી ઉમેશ જીવા મકવાણાએ તેની પુત્રવધુ સાથે ફરિયાદીના પતિના મિત્રને પ્રેમસંબંધ હતા અને પુજાબેનના પતિ હિતેશભાઈ તેના મિત્રને સપોર્ટ કરતા હતો. જેનો ખાર રાખીને આરોપી સુરેશ જીવા મકવાણા, ઉમેશ જીવા મકવાણા, રાહુલ સુરેશ મકવાણા અને પીયુષ સુરેશ મકવાણાએ બોલાચાલી કરી મારામારી કરી હતી.