મોરબીઝુલતા પુલ ધરાશાયી થતા સમગ્ર દેશને (morbi bridge collapse) હચમચાવી નાખ્યો છે. આ પુલ પર અંદાજે 400 જેટલા પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા. અચાનક ઝુલતો પુલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને તંત્રએ તાત્કાલીક ધોરણે કામગીરી ઉપાડી હતી. જેમાં અત્યાર સુધી અંદાજે 132 લોકોના મૃત્યુ નિપજ્યાની માહિતી મળી રહી છે.(Machhu River Morbi) આ સાથે બીજા દુ:ખ સમાચાર સામે આવ્યા છે કે, એક જ પરિવારમાંથી ચાર ચાર વ્યક્તિઓની અર્થી ઉઠતા શહેર આખું હિબકે ચડ્યું હતું.
મોરબીની પુલ તૂટવાની ઘટનામાં એક જ પરિવારના 4 વ્યક્તિઓની અર્થી ઉઠી - ઝુલતો પુલ
મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં એક પરિવારના ચાર ચાર વ્યક્તિઓની અર્થી મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. એક પરિવારની ચાર ચાર વ્યક્તિઓની એક સાથે અર્થી ઉઠતા શહેરમાં દુઃખની લાગણી પ્રસરી છે.
માસુમ બાળક સાથે માતાનું મૃત્યુમોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતાં એક જ પરિવારના (Julto pul breaking death) ચાર ચાર વ્યક્તિઓની અર્થી એક સાથે ઉઠી છે. જેમાં ત્રણ માસુમ સંતાનો અને તેની માતાનું મૃત્યુ સમાચાર સામે આવ્યા છે. રૂપેશભાઈ ડાભી પોતાના પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં હંસાબેન ડાભી, તુષાર (8 વર્ષીય), શ્યામ (5 વર્ષીય) અને માયા (2 વર્ષીય)ના મૃત્યુ નિપજ્યાના વિગતો સામે આવી છે. (Four people die in family in Morbi)
પરિવારમાં એક વ્યક્તિ બચી ગયો મોરબીની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. આ ઘટના સર્જાતા રાત આખી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ મોતના આંકડા સામે આવ્યા છે, ત્યારે આ એક જ પરિવારમાં એક સાથે ચાર ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજતા સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી છે, જ્યારે પરિવારના રૂપેશભાઈ ડાભી તરીને બહાર નીકળી જતો બચી ગયા છે.(Death in Morbi)