મોરબી: જિલ્લા પાસ અગ્રણી મનોજ પનારા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીત કગથરા, જયંતી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી કાન્તિલાલ પડસુંબીયા, સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પૂર્વ પાસ કન્વીનર મનોજ પનારા, અશ્વિનભાઈ વિડજા અને રાણાભાઇ ડાંગર સહિતના કોંગ્રેસમાં જોડાયા હતા.
મોરબીમાં પાસ અગ્રણીઓ સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા - Morbi Assembly by-election
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ કમર કસી રહી છે અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાસ અગ્રણી સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તકે ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મોરબી
બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીત કગથરાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોરોનાના નામે ખાનગી હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. બે મહિનાના લોકડાઉન બાદ પણ કોરોના પર કાબુ મેળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. તો મનોજ પનારાએ આગામી પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરનારા બ્રિજેશ મેરજાને મતદારો હરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.