- જીતુ સોમાણીએ મહામંત્રીના પદની માંગણી કરી હતી
- 2 દિવસ અગાઉ રાજીનામાની ઉચ્ચારી હતી ચીમકી
- આજે રવિવારે ઉપ-પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું
મોરબીઃ જિલ્લા ભાજપ ટીમની તાજેતરમાં રચના કરવામાં આવી હતી. જો કે, સંગઠન માળખું તૈયાર કરવાની સાથે જ વાંકાનેર ભાજપ અગ્રણીએ નારાજગી દર્શાવી હતી. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા આગેવાનને સંગઠનમાં સ્થાન મળતાં જીતુ સોમાણીએ ઉપ-પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે.
જિલ્લામાં ભાજપ ઉપ-પ્રમુખે રાજીનામું આપ્યું
મોરબી જિલ્લા ભાજપના ઉપ-પ્રમુખ તરીકે તાજેતરમાં જીતુ સોમાણીની વરણી કરવામાં આવી હતી. જો કે, જિલ્લા ભાજપ ટીમની રચના સમયથી જીતુ સોમાણી નારાજ હોવાની વાતો સામે આવી હતી અને રાજીનામું આપે તેવી શક્યતાઓ જણાઈ રહી હતી. આ શક્યતા મુજબ વાંકાનેર ભાજપ અગ્રણી અને મોરબી જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ જીતુ સોમાણીએ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે.
2 અગાઉ રાજીનામાની ઉચ્ચારી હતી ચીમકી
રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી તે માત્ર 1,250 મતથી હાર્યા હતા. તે સમયે તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધન સરવૈયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી. જેથી પાર્ટીએ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આમ છતાં પોતાના સ્વાર્થ ખાતર આવી વ્યક્તિને ફરી પક્ષમાં લઈ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપ-પ્રમુખ પદ આપવામાં આવ્યું હતું. જે ગંભીર ગણી શકાય છે.
વર્ષ 2017માં પક્ષ વિરોધી પ્રવુતિ કરનારાને હોદો આપવામાં આવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ સંગઠનમાં તેમની મહામંત્રી તરીકે નિમણૂક કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી અને મહામંત્રી પદ નહીં આપવા પર તેમણે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં તેમની મહામંત્રી રીકે નિમણૂક નહીં થવાથી તેમણે ઉપ-પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તે બાળપણથી જ સંઘના કાર્યકર્તા અને ભાજપના સક્રિય કાર્યકર છે. જેથી તે કાર્યકર તરીકે કાર્ય ચાલુ રાખશે.
આ પણ વાંચોઃવાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણી નારાજ, જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ પદેથી આપી શકે રાજીનામું