ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં બોગસ દસ્તાવેજોને આધારે રાજ્યવ્યાપી કૌભાંડ આચરનારા ઈસમની ધરપકડ - Bogus ration card scam in light

મોરબીઃ રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં ખોટા બીલો અને બોગસ દસ્તાવેજોને આધારે રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. આ કૌભાંડના તાર હળવદ તાલુકા સુધી જોડાયેલા છે. જે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમે ઝડપી પાડ્યો છે.

morbi
હળવદમાં બોગસ દસ્તાવેજોને આધારે રાજ્યવ્યાપી કૌભાંડ કરનાર ઈસમની ધરપકડ

By

Published : Jan 9, 2020, 7:20 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનના ખોટા બીલો બનાવવા, બોગસ ફિંગરપ્રિન્ટ બનાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. જેમાં એક ઇસમ ભરત લક્ષ્મણ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. જે ઇસમ સસ્તા દરના સરકારી અનાજની દુકાનદારોનો સંપર્ક કરી રેશનકાર્ડ ધારકોનો ડેટા મેળવી ડેટાને આધારે ખોટા બીલ બનાવવા મતે રબર જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરી રેશનકાર્ડ ધારકોના અંગુઠાના ફિંગર પ્રિન્ટ બનાવી પોતાની પાસે રાખી દુકાનદારોને આપી ખોટા બીલો બનાવી ગુનો આચરી રહ્યા છે. જેમાં સંડોવાયેલા આરોપી ચિંતન હસમુખ ઠક્કર (રહે. માથક, હળવદ)ને ઝડપી લેવાયો છે.

જે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી ચિંતન ઠક્કર પોતાના ભાઈ સતીશભાઈના ઘરે આવ્યો હતો અને આરોપી ભરત ચૌધરી સાથે તેમજ અન્ય ઇસમ સાથે ઇસ્કોન ચાર રસ્તા પાસે વાતચીતમાં સસ્તા અનાજની દુકાનના કુપન વિષે વાતચીત કરી હતી. જે ગ્રાહકો રેશનીંગ લઇ જતા ના હોય તેવા ગ્રાહકોના બનાવટી ફિંગરપ્રિન્ટ બનાવવાનો ડેટા આરોપી ભરત ચૌધરીને પુરા પાડી તેના આધારે અનાજની દુકાનદારોને બનાવટી ફિંગર પ્રિન્ટ આપતો હતો અને ગ્રાહકોનું રાશન કાળાબજાર કરી ઉંચી કીંમત મેળવી વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. જે ગુનામાં સંડોવાયેલા આરોપી ચિંતન હસમુખ ઠક્કર (રહે. માથક)ની અટકાયત કરી છે. આરોપી માથક ખાતે સસ્તા અનાજની દુકાન ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details