- મોરબીના કાલિકાનગર ગામે થયેલી બબાલ મામલે ફરિયાદ
- ખનીજ ખનન મામલે પોલીસની ફરજમાં રુકાવટ
- આરોપીએ પોલીસ સામે એસ્ટ્રોસીટીની નોંધાવી ફરિયાદ
- મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબીના કાલિકાનગર ગામે ખનીજ ખનન મામલે પોલીસની ફરજમાં રૂકાવટ
મોરબીના કાલિકાનગર ગામે પોલીસને બંદોબસ્ત આપવામાં આવ્યો હોય જ્યાં ચાર ઇસમોએ પોલીસની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આથી આરોપી પક્ષે વળતી એટ્રોસિટી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીઃ જિલ્લાના કાલિકાનગર ગામે પોલીસને બંદોબસ્ત આપવામાં આવ્યો હોય જ્યાં ચાર ઇસમોએ પોલીસની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આથી આરોપી પક્ષે વળતી એટ્રોસિટી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખનીજ ખનન મામલે પોલીસની ફરજમાં રુકાવટ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેશ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોલીસ મથકના કમલેશ મકવાણા, દિનેશ ડાંગર અને મહિલા પોલીસ આરતી ચાવડા સાથે જીલ્લા એસપી કચેરીના હુકમ મુજબ કાલિકાનગર ગામે ગોરખનાથ મજુર સહકારી મંડળી ખાતે બંદોબસ્તમાં હતા. આ દરમિયાન આરોપી દલા સોલંકી, મનુ સોલંકી, મનુનો દીકરો અને પ્રવીણ સોલંકી બધા કાલિકાનગર ગામના રહેવાસીઓએ કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી. જેમાં મંડળીના હસુ પટેલ અને મેનેજર વાસુ વરમોરા બંને હિટાચી માશીનના ડ્રાઈવર સાથે હાજર હતા ત્યારે આરોપીઓએ આવી કહ્યુ તમે પોલીસવાળા અહિયાં કેમ આવ્યા છો. આ જગ્યા અમારી છે, અમે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેશું, ચાલ્યા જાઓ કહીને કાયદેસર ફરજમાં રૂકાવટ કરી, ખોટા કેસ કરી એટ્રોસિટી ગુન્હામાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આરોપીએ પોલીસ સામે એસ્ટ્રોસીટીની નોંધાવી ફરિયાદ
જ્યારે બીજી બાજુ સામા પક્ષે પ્રવીણ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, સીમ વિસ્તારમાં સર્વે નં 172 પૈકી 6 જમીન સાડા બારેક વીઘા સાથળીમાં મળેલી છે. જ્યાં ખેતરમાં હિટાચી મશીન ચાલતા હોવાનું જાણવા મળતા ખેતરે આવ્યો હતો ત્યારે આરોપી હસુ અને વાસુ પટેલ બંસી સ્ટોનવાળા, હિટાચી ચાલક અને હિતેશભાઈ અને તમામ પોલીસકર્મીઓ તેની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી ધમકી આપી હતી. જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યો હતો. સરકાર તરફથી મળેલી જમીનના કાગળો બતાવ્યા અને જમીન અમારી છે, તેમ કહ્યુ છતાં જમીનમાં પોતાની જમીન હોવાનું જણાવી જમીન પચાવી પાડવા માટે આવેલા અને બનાવ વખતે મોટાબાપુના દીકરા મનુ સોલંકી પણ આવી ગયા હતા. જે કેન્સરથી પીડિત હતા અને 108 મારફતે દવાખાને દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.