મોરબી : સબ જેલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 234 જેટલા કેદીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલના તેહાન.એમ.શેરસીયા દ્વારા પાવર પોઈન્ટ પ્રેજેન્ટેશન દ્વારા તમાકુના વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા ભારત સરકારનાં સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ- 2003ની માહિતી આપવામાં આવી હતી.
મોરબી સબ જેલના કેદીઓને તમાકુ નિષેધ અંગે માહિતગાર કરાયા - tobacco ban
મોરબી સબ જેલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ મોરબીના સયુંકત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને તમાકુ નિષેધ અંગે માહિતી આપવામાં આવી હતી.
મોરબી
તથા દરેક કેદીઓને વ્યસનમુક્ત રહેવા માટે અર્બન પ્રોગામ આસીસ્ટન્ટ મૌલિક પંડ્યાએ દરેક કેદીઓને વ્યસન મુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. અંતે જેલ અધિક્ષક એલ. વી. પરમારે દરેક કેદીઓને વ્યસનમુક્ત બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગમાંથી રંજનબેન મકવાણા, સબ જેલના સ્ટાફ પી.એમ.ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.