ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે યોજાશે - morbi

મોરબીઃ જિલ્લામાં આગામી 15 ઓગષ્ટ 2019ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ ઉજવણી સંદર્ભેના આયોજન અંગે હળવદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં સમગ્ર માહિતી આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jul 13, 2019, 11:07 AM IST

જિલ્લા કલેકટર માકડીયાએ ઉપસ્થિત અધિકારીઓને રાષ્ટ્રીય પર્વની ગરિમાપુર્ણ અને ઉત્સાહપુર્વક ઉજવણી થાય તે માટે લોકોને પણ આ ઉત્સવમાં સામેલ કરવા તથા સ્વચ્છતા અભિયાનનો અમલ કરવા સુચનાઓ આપી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાય તેમજ ઉજવણી સ્થાને પૂરતી પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ટ્રાફિક-સલામતી, આરોગ્ય તેમજ વિજ પુરવઠો જળવાઇ રહે તે માટેના સૂચારૂ આયોજન અંગેની તમામ બાબતોનું ધ્યાન રાખવા કલેકટરે સૂચના આપી હતી. બેઠક બાદ જિલ્લા કલેકટર અને સબંધિત વિભાગના અધિકારીઓએ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી સ્થળ સોમનાથ કિક્રેટ ગ્રાઉન્ડ, ધ્રાગંધા-માળીયા હાઇવે પર સ્થળ નિરક્ષણ કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકાર એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, હળવદ પ્રાંત અધિકારી એચ.જી.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બન્નો જોષી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details