ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉધોગ પર ભારણ વધ્યું - મોરબીનો સિરામિક ઉદ્યોગ

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસ પર GSPC કંપનીએ પ્રતિ ક્યુલીક મીટરે એક રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. જેના પરિણામે સિરામિક ઉદ્યોગ પર દૈનિક 65 લાખ રૂપિયાનુ ભારણ વધ્યું છે. સમગ્ર વિશ્વમાં હાલ ક્રૂડના ભાવો તળીયે આવ્યા છે, ત્યારે ગેસના ભાવમાં ઘટાડાને બદલે વધારો થતાં ઉદ્યોગની હાલત વધુ કફોડી બની છે.

industry
મોરબી

By

Published : Mar 20, 2020, 5:21 PM IST

મોરબી: ગત ગુરૂવારે સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ લિમિટેડને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ અત્યારે ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતાં PNG ગેસનો વપરાશ કરે છે. હાલના તબક્કે વૈશ્વિક સ્તરે ક્રુડ, પેટ્રોલિયમ પ્રોડક્ટસ તથા ગેસના ભાવોમાં ખૂબ ઘટાડો થયો છે. ગત ઘણા સમયથી ગુજરાત ગેસ દ્વારા મોરબીમાં સપ્લાય થતા ગેસના ભાવ ઘટાડવા બાબતે યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

મોરબીમાં ગેસના ભાવમાં વધારો થતાં સિરામિક ઉધોગ પર ભારણ વધ્યું

હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી ચાલી રહી છે. જેની અસર સિરામિક ઉદ્યોગને પણ થઈ રહીં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા માટે નિયત ભાવે સિરામિક ઉત્પાદન વેચવું પડે તેમ છે, નહીંતર અન્ય દેશોની સરખામણીમાં આ ઉદ્યોગ ટકી શકશે નહીં. જે માટે સિરામિક ઉદ્યોગ તથા ક્રૂડના ભાવોને ધ્યાને લઈને તાકીદે ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવે. આ પત્ર બાદ ભાવ ઘટાડવાનું તો દૂર રહ્યું પણ 99 પૈસાનો વધારો લાદવામાં આવ્યો છે. ગત મહિને PNG ગેસના પ્રતિ કયુલીક મીટરનો ભાવ રૂપિયા 27.74 હતો. જે હાલમાં વધીને રૂપિયા 28.73 કરી નાખવામાં આવ્યો છે.

મોરબીમાં દૈનિક 65 લાખ ક્યુલીક યુનિટનો વપરાશ છે. જે મુજબ મહિને 19.50 કરોડ હવે વધુ ચૂકવવા પડશે. આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે, અત્યારે ગેસ તથા પેટ્રોલિયમ પેદાશોના ભાવ એકદમ તળિયે છે, ત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો આવ્યો છે. જે મુજબ એ હરીફાઈમાં ટકી રહેવા સિરામિક ઉત્પાદનમાં ભાવ ઘટાડવો અનિવાર્ય છે. સિરામિક ઉદ્યોગનું મુખ્ય ઈંધણ ગેસ છે. હાલમાં ગેસના ભાવ ઘટવાને બદલે વધ્યા છે. આ બિલકુલ યોગ્ય નથી. આ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત વધુ દયનીય બની જશે.

ABOUT THE AUTHOR

...view details