મોરબીઃ જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ નોંધાયા છે. જેમાં મોરબી, હળવદના વાંકાનેરમાં નવા 28 કેસ સામે આવ્યા છે, તો વધુ સાત દર્દીઓ સ્વસ્થ થયા છે. એક દર્દીનું મોત થયું છે.
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ, એક દર્દીનું મોત - મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 28 કેસ નોંધાયા છે. નવા 28 કેસ સાથે કુલ કેસનો આંક 417 થયો છે. જેમાં 143 એક્ટિવ કેસ છે, 243 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો કુલ 32 દર્દીના મૃત્યુ થયા છે.
મોરબી જિલ્લામાં નવા કેસોમાં મોરબીના ઋષભનગરના 41 વર્ષના પુરુષ, કૃષ્ણ એપાર્ટમેન્ટના 59 વર્ષના મહિલા, રામેશ્વર સોસાયટીના 48 વર્ષના પુરુષ, રવાપર રોડ રઘુવીર સોસાયટીના 60 વર્ષના પુરુષ, ઋષભનગરના 49 વર્ષના મહિલા, ઉમા ટાઉનશીપના 61 વર્ષના મહિલા, હળવદના 54 વર્ષના પુરુષ, વાંકાનેરના 59 વર્ષના મહિલા, વાંકાનેરના વિવેકાનંદ સોસાયટીના 07 વર્ષના બાળક, મોરબીના રેવા ટાઉનશીપના 36 વર્ષના મહિલા, મોરબી-2 વૃંદાવન પાર્ક 78 પુરુષ, સન હાઈટ્સ એપાર્ટમેન્ટ 48 પુરુષ, જુના મહાજન ચોકના 62 વર્ષના મહિલા, વાવડી રોડ ગાયત્રી પાર્કના 43 પુરુષ, લોહાણાપરાના 45 વર્ષના મહિલા અને 45 વર્ષના પુરુષ, એવન્યુ પાર્કના 30 વર્ષના પુરુષ, રવાપર રોડ બોની પાર્કના 47 વર્ષના મહિલા, મંગલભુવન નાગર પ્લોટના 28 વર્ષના મહિલા, 59 વર્ષના મહિલા, રવાપર રોડ માધવ પાર્કના 57 વર્ષના પુરુષ, રામેશ્વર સોસાયટીના 45 વર્ષના મહિલા, 25 વર્ષના પુરુષ, વાઘપરા શેરી નં-12માં પાંચ કેસો જેમાં 42 વર્ષના મહિલા, 47 વર્ષના પુરુષ, 67 વર્ષના મહિલા, 21 વર્ષની મહિલા અને 36 વર્ષની મહિલાના કેસ પોઝિટિવ આવ્યા છે.
વધુ સાત દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તો એક દર્દીનું મોત થયું છે. મોરબીના શક્તિ પ્લોટના 66 વર્ષના પુરુષનો રિપોર્ટ 28 જુલાઇના રોજ પોઝિટિવ આવ્યો હતો. જેનું મૃત્યુ થયું છે.