મોરબીઃ શહેરના મહેન્દ્રનગર ચોકડી ખાતે પંચરની દુકાન ધરાવતા વૃદ્ધ, અમદાવાદમાં સારવાર માટે ગયા હતા. જ્યાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી કાન્તિનગરમાં રહેતા વૃદ્ધના પુત્રના ઘર સહિત 9 ઘરને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબીના કાંતિનગર વિસ્તારના 9 ઘરોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ - મોરબી ન્યૂઝ
અમદાવાદમાં સારવાર માટે ગયેલા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતાં મોરબીમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. સ્થાનિક આરોગ્ય વિભાગને આ વાતની જાણ થતાં તેમને વૃદ્ધના ઘર સહિત 9 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સામેલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મહેન્દ્રનગર ચોકડી પાસે પંચરની દુકાન ધરાવતા વ્યક્તિને ગત 30 મેના રોજ હૃદય હુમલો થતાં અમદાવાદ સારવાર માટે ગયા હતા. ત્યારબાદ પરત આવીને તેઓ ત્રણ દિવસ દુકાને રહીને ફરીથી તે અમદાવાદ ગયા હતા. જ્યાં તેમની કોરોના તપાસ કરતાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી કાન્તિનગરમાં રહેતા વૃદ્ધના પુત્રના ઘર સહિત 9 ઘરોને કન્ટેમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આમ, દિવસેને દિવસે વધતાં કોરોના કેસના કારણે સ્થાનિક સ્તરે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદથી આવતાં લોકોને કોરોના પોઝિટિવ આવતાં સ્થાનિકો લોકોને જીવ જોખમાયો છે. જેના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.