મોરબીઃ દેશમાં લોકડાઉનના પગલે પાન-માવાના વેચાણ પર પ્રતિબંધિત હોવા છતાં અમુક ઇસમો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વાંકાનેર પોલીસે એક કારમાંથી સોપારી, ચૂનો, તમાકુ અને ગુટકા સહિત કુલ 2.05 લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી.
વાંકાનેર: કારમાં તમાકુની હેરાફેરી કરનારા ત્રણ શખ્શ ઝડપાયા - Morbi News
દેશમાં લોકડાઉનના પગલે પાન-માવાના વેચાણ પર પ્રતિબંધિત હોવા છતાં અમુક ઇસમો દ્વારા નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વાંકાનેર પોલીસે એક કારમાંથી સોપારી, ચૂનો, તમાકુ અને ગુટકા સહિત કુલ 2.05 લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી.
વાંકાનેરમાં ઇકો કારમાં માવાની હેરાફેરી કરનારા ત્રણ ઇસમની ધરપકડ કરાઇ
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલાસણ ચોકડી પાસેથી પસાર થતી કાર GJ 03 BV 9510ને આંતરી તલાશી લેતા કારમાંથી સોપારી, ચૂનો અને તમાકુ સહિતના માવા નંગ 550 સહિત રૂપિયા રૂપિયા 2 લાખ 5 હજાર 500નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે કારમાં સવાર લીંબાભાઈ સીધાભાઈ ફાગલીયા, હરજીભાઈ બાબુભાઈ ડાભી અને રણછોડ મૈયાભાઈ ફાગલીયા એમ ત્રણને ઝડપી લીધા હતા.