વાંકાનેરની ઢુવા ચોકડી નજીક આવેલા સુર્યા સિરામિક કારખાનામાં MPના વતની લક્ષ્મીબેન બાલાઈ અને તેના પતિ પીરૂલાલ બાલાઈ કામ કરતા હતાં. જ્યાં લક્ષ્મીબેન બાલાઈ (ઉ.વ.૨૫) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના ગળા પર નિશાન જોવા મળતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે ખસેડ્યો હતો. જે બાદ મહિલાનું ગળું દબાવી હત્યા થઇ હોવાનું સ્પષ્ટ થતાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, પતિ સહિત શકમંદોની તપાસ - vakaner
વાંકાનેર: સિરામિક ફેકટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ફોરેન્સિક PM પછી ગળુ દબાવીને હત્યા કરી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું હતું. જેને લઇને હત્યાનો ગુનો નોંધીને પોલીસે પતિ સહિતના શકમંદોની ઉલટ તપાસ શરુ કરી છે.
![વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, પતિ સહિત શકમંદોની તપાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3517597-649-3517597-1560135497139.jpg)
વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, પતિ સહિત શકમંદોની તપાસ શરુ
જેમાં વાંકાનેર તાલુકા PSI એસ. એ ગોહિલ દ્વારા હત્યાના શકમંદોની ઉલટ તપાસ ચાલુ કરાઇ છે. મૃતક મહિલાનો પતિ તેમજ ફેકટરીના અન્ય મજુરોની પોલીસ ઉલટ તપાસ ચલાવી રહી છે. મહિલાના મોત સમયે પતિએ તેની પત્ની બેભાન થઇ હોવાની જાણ કરી હતી. જોકે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તો પતિની ગેરહાજરીમાં તેની હત્યા કરવામાં આવી છે કે પછી પતિએ જ હત્યા કરી બાદમાં તરકટ રચ્યું છે. તેનો ભેદ ઉકેલવા પોલીસ પતિ સહિતના શકમંદોની સઘન પૂછપરછ કરીને ઉલટ તપાસ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા સઘન તપાસ ચલાવી રહી છે.