ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે સાથે મળીને દબાણ હટાવાયું - morabi police

મોરબી જિલ્લાના મચ્છીપીઠ વિસ્તારમાં મંગળવારે રાત્રિના સુમારે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સામસામાં છુટા પથ્થરના ઘા અને સોડાની બોટલના ઘા કરવામાં આવતા હતા. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચતા પોલીસ પર હુમલો થયો હતો. પોલીસ ઈજાગ્રસ્ત થતા બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલિકા અને પોલીસે સાથે મળી મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવાયું છે.

મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે દ્વારા દબાણ હટાવાયું
મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે દ્વારા દબાણ હટાવાયું

By

Published : May 19, 2021, 2:23 PM IST

  • કાચા પાકા મકાનો સહિતની દુકાનો તોડી પાડવામાં આવી
  • પાલિકા અને પોલીસની ટીમે કરી કાર્યવાહી
  • દબાણ દુર કર્યા બાદ રોડ બનાવવામાં આવશે

મોરબી : મચ્છીપીઠમાં જૂથ અથડામણને રોકવા ગયેલી પોલીસ ટીમો પર લૂખા તત્વોએ હુમલો કરી દીધો હતો અને પથ્થરના ઘા પોલીસને લાગ્યા હતા. પોલીસ ટીમો ત્યારબાદ હરકતમાં આવી ગઇ હતી. રાત્રિના બનેલા બનાવ બાદ સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ સરકારી બુલડોઝર લઈને પહોંચી હતી. આ વિસ્તારમાં આવેલ કાચા-પાકા દબાણો હટાવ્યા હતા.

મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે દ્વારા દબાણ હટાવાયું

આ પણ વાંચો : વડોદરા નગરપાલિકાની દબાણ શાખાએ 8 મકાનો તોડી પાડયા

દબાણદુર કર્યા પછી આ વિસ્તારમાં રોડ બનાવાશે

પાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, મચ્છી પીઠમાં અગાઉ નોટિસો આપેલ હતી. દબાણ દુર ન થતા કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણદુર કર્યા પછી આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવશે. રોડમાં નડતર જે કઈ પણ ગેરકાયદેસર દબાણ હશે તેને દુર કરવામાં આવશે.

મચ્છીપીઠ વિસ્તારમાં પાલિકા અને પોલીસે દ્વારા દબાણ હટાવાયું

આ પણ વાંચો : વડોદરામાં પાલિકાની દબાણ હટાવો કામગીરી યથાવત

ABOUT THE AUTHOR

...view details