ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના જૂના હજનાળી ગામે મકાનમાં જૂગાર રમતા છ ઝડપાયા - મોરબીમાં જુગાર રમતા ૬ લોકોની ધરપકડ

મોરબીના જૂના હજનાળી ગામના ચોરા પાસેની શેરીમાં જૂગાર રમતા છ લોકોની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી મુદામાલ જપ્ત કર્યો હતો.

etv bharat
મોરબી: જુના હજનાળી ગામમાં મકાનમાં જુગાર રમતા છ લોકોની ધરપકડ

By

Published : May 19, 2020, 7:00 PM IST

મોરબી: જૂના હજનાળી ગામના ચોરા પાસેની શેરીમાં રહેતા રાજેશભાઈ મંગાભાઈ કોળીના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડા પાડયા હતા. જેમાં જુગાર રમતા રાજેશભાઈ મંગાભાઈ પરમાર, જીતેશભાઈ ભગવાનજીભાઈ મકવાણા, દિલીપભાઈ નરશીભાઈ ભાડજા, જયંતીલાલ મગનભાઈ બોપલીયા, સાગરભાઈ મસરૂભાઈ ખાટરીયા અને રાહુલ કાન્તિલાલ ઠોરીયાની ધરપકડ કરી હતી.

લોકો પાસેથી રોકડ રકમ રૂ 38,150 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details