પ્રથમ બનાવમા મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સૂચનાથી પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જયપાલભાઈ લાવડીયાને રાજપર રોડ પર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા આરોપી હાર્દિક સરજુદાસ નિમ્બાર્કને વિદેશી દારૂની બોટલ નંગ-21 કિંમત રૂ.6,300 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળેથી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. આર.બી.ટાપરીયા, સંજયભાઈ મૈયડ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સંજયભાઈ અને યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે મોરબી માળિયા હાઈવે પર આવેલ હિન્દુસ્તાન રોડવેઝ ટ્રાન્સપોર્ટની ઓફીસના બાથરૂમમાં છુપાવી રાખેલા દારૂની બોટલ નંગ-30 સાથે આરોપી મુકેશકુમાર રાજકુમાર ભુરીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લામાં અલગ અલગ સ્થળેથી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા ત્રીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબી માળિયા હાઈવે પરથી પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માળિયા તરફથી આવતું બાઇક શંકાસ્પદ જણાતા બાઇકમાં રહેલા 2 થેલામાં વિદેશી દારૂની બોટલ નંગ-30 મળી આવતા ચાલક અશ્વિનભાઈ લાલજીભાઈ ફૂલતરિયાને મોટર સાઈકલ અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કુલ મુદામાલ કિંમત રૂ.50,260 સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
31 ડિસેમ્બરની ઉજવણીમાં નશીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેના કારણે યુવાધન નશીલા પદાર્થો પાછળ બરબાદ થતું જાય છે. ત્યારે પોલીસ દ્વારા નશીલા પદાર્થનું સેવન અને વેચાણ ન થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. મોરબીવાસીઓ 31 ડીસેમ્બરની ઉજવણી શાંતિ અને સલામતી પૂર્વક કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.