ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 43 કેસ નોંધાયા - gujrat in corona

મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ગુરુવારે રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. મોરબી જિલ્લાના મોરબી શહેર-તાલુકા, વાંકાનેર તેમજ ટંકારા તાલુકા અને હળવદ તાલુકામાં મળીને વધુ 43 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસ 148 છે જયારે 168 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો કુલ 21 દર્દીના મૃત્યુ થયા છે.

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 43 કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 43 કેસ નોંધાયા

By

Published : Jul 31, 2020, 3:04 PM IST

મોરબી: મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે ગુરુવારે રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાયા છે. મોરબી જિલ્લાના મોરબી શહેર-તાલુકા, વાંકાનેર તેમજ ટંકારા તાલુકા અને હળવદ તાલુકામાં મળીને વધુ 43 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસ 148 છે જયારે 168 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો કુલ 21 દર્દીના મૃત્યુ થયા છે.

મોરબી જિલ્લામાં વધુ 43 કેસોમાં મોરબીના એવન્યુ પાર્કના 59 વર્ષની મહિલા, મોરબીના ન્યુ રિલીફનગરના 65 વર્ષના પુરુષ, વાંકાનેરના જીનપરાના 59 વર્ષના મહિલા, ટંકારાના નસીતપર ગામના 55 વર્ષના પુરુષ, નસીતપરના 39 વર્ષના પુરુષ,મોરબીના જેપુર ગામના 60 વર્ષના પુરુષ, વાવડી રોડ ઓમ પાર્ક 25 વર્ષ પુરુષ, રવાપર રેસીડેન્સી 41 વર્ષ પુરુષ, નરસંગ ટેકરી 54 મહિલા, જેલ રોડ પાસે 42 વર્ષ પુરુષ, દરિયાલાલ શેરી 50 પુરુષ, લખધીરગઢ 54 પુરુષ, કંસારા શેરી 46 મહિલા, વાંકાનેર પ્રતાપ રોડ 60 પુરુષ, પખાલી શેરી 60 વર્ષ પુરુષ, હળવદ ઘનશ્યામપુર 70 પુરુષ, વાંકાનેર જીનપરા 30 પુરુષ, મોરબી દલવાડી સર્કલ ૫૨ મહિલા, ગ્રીન ચોક સાંકડી શેરી 62 પુરુષ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વીસીફાટક 40 પુરુષ, ગાયત્રીનગર ઉમિયા ચોક 58 પુરુષ, હળવદ નવા દેવળિયા 54 મહિલા, સાવસર પ્લોટ 69 પુરુષ, શુભ હાઈટ્સ રવાપર રોડ 44 પુરુષ, મોરબી બોની પાર્ક 60 વર્ષ પુરુષ, સામાકાંઠે 42 વર્ષ પુરુષ, ભવાની ચોક 15 વર્ષ સગીરા, લખધીરવાસ ચોક 14 વર્ષ સગીરા, લીલાપર રોડ કેનાલ 76 વર્ષ મહિલા, વાંકાનેર ખોજાખાના શેરી 25 વર્ષ મહિલા, મોરબી સાપર 80 વર્ષ મહિલા, સાપર 55 વર્ષ મહિલા, પારેખ શેરીના ચાર કેસમાં 29 મહિલા, 44 વર્ષ પુરુષ, 61 મહિલા, 54 શનાળા રોડ શક્તિ પ્લોટ 2 માં ત્રણ કેસ જેમાં 14 વર્ષ બાળક, 50 વર્ષ મહિલા, 40 વર્ષ મહિલા, હળવદ ભટ્ટફળી 57 વર્ષ પુરુષ, સહીત કુલ 43 કેસ નોંધાયા છે.

તો વધુ 11 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો વધુ એક દર્દીનું મોત થયું છે. બોરીચાવાસના રહેવાસી 70 વર્ષની મહિલાનું મોત થયું છે. નવા 43 કેસો સાથે કુલ કેસનો આંક 339 થયો છે. જેમાં એક્ટિવ કેસ 148 છે જયારે 168 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો કુલ 21 દર્દીના મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details