મોરબી: જીલ્લાના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો, ડ્રાઈવર અને નર્સિંગ સ્ટાફ સહિતના 70 લોકો ફરજ બજાવતા હતા.અને કોરોના મહામારીને પગલે અમદાવાદમાં સ્થિતિ વણસી રહી હોવાથી વધારે સ્ટાફની જરૂરત હોવાથી સરકારના હુકમ બાદ મોરબી આરોગ્ય વિભાગે 6 ટીમોને છુટા કરી દીધા હતા.અને અમદાવાદ ફરજ બજાવવા માટે જણાવ્યું હતું. જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મોરબીના કરાર આધારિત ડોકટર્સ અને સ્ટાફે અમદાવાદ ફરજ પર જવાની ના પાડી - ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો, ડ્રાઈવર અને નર્સિંગ સ્ટાફ સહિતના 70 લોકો ફરજ બજાવતા હતા.અને કોરોના મહામારીને પગલે અમદાવાદમાં સ્થિતિ વણસી રહી હોવાથી વધારે સ્ટાફની જરૂરત હોવાથી સરકારના હુકમ બાદ મોરબી આરોગ્ય વિભાગે 6 ટીમોને છુટા કરી દીધા હતા.અને અમદાવાદ ફરજ બજાવવા માટે જણાવ્યું હતું. જેથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ મામલે ડીડીઓને આવેદન પાઠવી જણાવ્યું છે કે RBSK સ્ટાફ જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને ફીમેલ હેલ્થ વર્કર ઉપરાંત ડ્રાઈવર સહીતના 11 માસ કરાર આધારિત ફરજ બજાવતા હતા અને રેડ ઝોન અમદાવાદમાં ડેપ્યુટેશન માટે કામગીરીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે નોકરી સિવાયની કોઈપણ જાતની સલામતી તેમજ યોગ્ય વેતન મળતું નથી અગાઉ જે જીલ્લામાંથી પ્રતીનીયુક્તી થઇ હોય ત્યાંથી જાણવા મળ્યું છે કે કોઈપણ જાતની સવલતો મળતી નથી મોરબીમાં લોકડાઉન સમયથી 24 X 7 ફરજ પર હાજર રહી અને રાત્રે પણ કવોરનટાઇન ડ્યુટી કરેલી છે જેથી અમદાવાદ ફરજ સોપવામાં આવી રહી છે.તે માટે વિરોધ કરવામાં આવ્યો છે તેમજ ઓર્ડર રદ ના કરવામાં આવ્યો તો રાજીનામાંની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ મામલે મોરબી જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું, કે અમદાવાદમાં વધુ ટીમની જરૂરત હોવાથી સરકારના આદેશ મુજબ છ ટીમોને આદેશ કરવામાં આવ્યા હતો. આદેશમાં રહેવા અને જમવાની સુવિધા અંગે સ્પષ્ટ લખવામાં આવ્યુ છે. જેની વ્યવસ્થા અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન કરશે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ ટીમોને છુટા કરી દેવામાં આવ્યા છે તો માસ રેજીગ્નેશન અંગે જણાવ્યું હતું કે આ અંગે કોઈ જાણ નથી અને જો આવું થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.