મોરબી: ગરમીના કારણે હવે સાપ નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે. લોકોને બીવડાવતી પોલીસને સાપએ દોડતી કરી દીધી હતી.
મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળતા અફરાતફરી સર્જાઈ - મોરબી અપડેટ
ગુરૂવારે રાત્રે મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળી આવતા અફરાતરી મચી હતી. ત્યાર બાદ સાપ પકડવાના જાણકાર વ્યકિતને બોલવતા તેણે સાપને પકડી સલામત સ્થળે મૂક્યો હતો.
મોરબી: મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળતા અફરાતફરી સર્જાયો
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે રાત્રે મોરબીના સબ જેલ પાસે આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં સાપ નીકળી આવતા અફરાતરી મચી હતી. અને પોલીસમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ અંગે સાપ પકડવાના જાણકાર કૌશિક પટેલ ઉર્ફે સીટી નામના યુવાનને જાણ કરવામાં આવી હતી.યુવકે આવીને ગણતરીના સમયમાં સાપને પકડી લીધો હતો અને તેને સલામત સ્થળ પર લઇ જઇ છોડી દેવામાં આવ્યો હતો.