ગુજરાત

gujarat

ETV Bharat / state

સોખડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો મધ્યાહન ભોજન કેમ જમતા નથી ? અનેક સવાલો - મધ્યાહન ભોજન

મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં(Sokhda Primary School) 153 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો અહીં મધ્યાહન ભોજન યોજનામાં (Midday Meal Scheme)ભોજન આપવામાં આવે છે. પરંતુ બાળકો ભોજન ન લેતા હોવાની ફરિયાદ આવી રહી છે. આ બાબતે બાળકો શા માટે ભોજન લેતા નથી તેનું કારણ તો જણાવી રહ્યા નથી આ મામલે ગ્રામજનો કે વાલીઓ પણ કાઈ બોલવા તૈયાર નથી.

સોખડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો મધ્યાહન ભોજન કેમ જમતા નથી ? અનેક સવાલો
સોખડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો મધ્યાહન ભોજન કેમ જમતા નથી ? અનેક સવાલો

By

Published : Aug 5, 2022, 1:10 PM IST

મોરબીઃસરકારી શાળામાં જતા બાળકોને સમાનતાના પાઠ ભણાવવામાં આવતા હોય છે. શાળામાં જતા તમામ બાળકોને સરખો યુનિફોર્મ આપવામાં આવતો હોય છે. જેથી તમામ સમાનતાનો ભાવ આવે અને કોઈ ઉચ નીચનો ભેદભાવ રહે નહીં. મોરબી તાલુકાની સોખડાની પ્રાથમિક શાળામાં (Sokhda Primary School)મધ્યાહન ભોજન યોજનાના (Midday Meal Scheme)સંચાલક તરીકે અનુ.જાતિના મહિલા કાર્યરત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો અહીં મધ્યાહન ભોજન યોજનામાં ભોજન લેતા નથી. બાળકો શા માટે ભોજન લેતા નથી તેનું કારણ તો જણાવી રહ્યા નથી. આ મામલે ગ્રામજનો કે વાલીઓ પણ કાઈ બોલવા તૈયાર નથી બધા ગોળ ગોળ વાતો કરતા હોય તેવું લાગે છે.

સોખડા ગામની પ્રાથમિક શાળા

શાળામાં અભ્યાસ કરતા 130 બાળકો -મોરબીના સોખડા ગામે( primary school in Sokhda village)મધ્યાહન ભોજન યોજનાના સંચાલક ધારાબહેન મકવાણા જણાવે છે કે, ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 130 બાળકો અહીં જમતા નથી. બાળકોને પૂછતા તેઓ વાલીઓ ના પાડે છે, માતાજી અભડાય છે, તેવા જવાબો અપાતા હોય છે. બાળકો કહે છે કે ઘરેથી ના પાડે છે તો વાલીઓ એવો બચાવ (No meals are taken in midday meal plan)કરતા જોવા મળે છે.

પ્રિન્સીપાલ અને શિક્ષકો ભોજન ટેસ્ટ કરે -બાળકોને જમવાનું નહિ ભાવતું હોય જેથી તેઓ જમતા નહીં હોય. ત્યારે સંચાલકે એમ પણ જણાવ્યું હતું કે તેઓ જે રાંધે છે તે ભોજન શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકો પણ જમતા હોય છે. તેમજ અગાઉ અન્ય સંચાલક રસોઈ બનાવતા હોય ત્યારે બાળકો અહીં ભોજન કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું, તો આ મામલે શાળાના પ્રિન્સીપાલ જણાવે છે કે બાળકોને મધ્યાહ્ન ભોજનમાં ભોજન લેવા સમજાવ્યા છે. સારું બનાવે છે શિક્ષકો પણ ટેસ્ટ કરે છે પરંતુ બાળકો બેસતા નથી તો ભેદભાવ જેવું કશી ના હોવાનું પણ અંતમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃશિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મધ્યાહન ભોજન યોજનાનો કરાવ્યો પ્રારંભ, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં યોજના થશે લાગું

બાળકો કુપોષિત ના રહે તે માટે ભોજન -શાળામાં બે માસથી મધ્યાહન ભોજન ચાલતું ના હતું જે મામલે જાણ થતા શિક્ષણ વિભાગ અને મામલતદાર ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં વાલીઓ અને શિક્ષકો સાથે મીટીંગ પણ કરવામાં આવી હતી ત્યારે કેળવણી નિરીક્ષક મનન બુદ્ધદેવે જણાવ્યું હતું કે સોખડા શાળામાં સ્વ તપાસ કરવા આવ્યા હતા, જ્યાં વાલીઓ, શાળા સ્ટાફ અને એસએમસી સભ્યો સાથે મુલાકાત કરી હતી અને બાળકો ના જમતા હોય ત્યારે સમજાવ્યું હતું કે આ સરકારી યોજના સારી છે બાળકો કુપોષિત ના રહે તે માટે ભોજન લેવું જરૂરી છે.

બાળકોને ભાવે તેવું ભોજન બને તેની તકેદારી -કેટલાક વાલીઓ મજુરી કરતા હોય તો બાળક ભૂખ્યું રહી જતું હોય જેથી સરકારે સારી યોજના બનાવી છે. જોકે કેટલાક બાળકો ઘરેથી ટીફીન લઈને આવતા હોય કેટલાક જમવું ના ભાવતું હોવાથી જમતા ના હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બાળકોને ભાવે તેવું ભોજન બને તેની તકેદારી રાખવા પણ સૂચના આપી હતી તેમજ ભેદભાવ જેવું કશું ધ્યાને આવ્યું નથી અને વાલીઓએ પણ આવો ભેદભાવ ના રાખતા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃMid Day Meal In Bhavnagar : 56 શાળાઓમાં કોરોનાકાળમાં કઇ રીતે અને કેટલા રુપિયા ખર્ચાયાં જાણો છો?

ગામમાં કોઈ ભેદભાવ રાખતા નથી -આ મામલે સોખડા ગામના સરપંચે જણાવ્યું હતું કે કોઈ પ્રશ્ન નથી ગામમાં કોઈ ભેદભાવ રાખતા નથી.1 મહિના અગાઉ જમતા હવે નથી જમતા અગાઉ પણ અમુક બાળકો જમતા બાળકો સ્વેચ્છાએ જમતા નથી ગામમાં ભેદભાવ જેવું કશું ના હોવાનું તેઓએ જણાવ્યું હતું.

શાળામાં 153 જેટલા બાળકો અભ્યાસ કરે -સોખડા પ્રાથમિક શાળામાં 153 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેઓ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા નથી સંચાલક અનુ.જાતિના હોવાથી બાળકો ભોજન લેતા નથી કે પછી અન્ય કારણ તે સ્પષ્ટ થતું નથી ગામના સરપંચ, વાલીઓ સ્પષ્ટ જવાબ આપવા માંગતા નથી અને ગોળગોળ જ વાતો કરે છે અને કેમરા સામે વાલીઓએ કઈ બોલતા નથી.

ABOUT THE AUTHOR

...view details