તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી ચંદ્રકાંત દોડપલ્લી ઉર્ફે ચંદુ નામનો યુવાને તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી છે. તેથી હાલ વેકેશન હોય જેથી વેકેશનમાં તેને 30,000 કિ.મી સાયકલ યાત્રા શરુ કરી છે. જે દેશભરમાં સાયકલ પર ફરીને રેપ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ યુવાન અત્યારે સુધીમાં 4 રાજ્યોમાં 4800 કિમી પ્રવાસ પૂર્ણ કરી ચુક્યો છે. તેમજ 210 દિવસમાં તે 30,000 કિ.મી સાયકલ પ્રવાસ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. આ સાથે જ સામાજિક સમસ્યા એવા દુષ્કર્મ અંગે દેશભરના લોકોમાં જાગૃતિ લાવી રહ્યો છે.
આ યુવાન ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં રેડીયંસ ક્લબના અમિતભાઈ ટાંક અને પરાગભાઈ તન્ના દ્વારા સારો એવો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમજ આ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી ત્યારે મોરબીમાં ભારતીય કિશાન સંઘ પ્રમુખ જીલેશ કાલરીયાએ પણ યુવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમજ તેને લીધેલા અનેરા સંકલ્પને બિરદાવ્યો હતો.