ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીને ઢોર માર માર્યાની ફરિયાદ - પત્નીને ઢોર માર માર્યાની ફરિયાદ

પત્ની પર ચારિત્ર્યની શંકાએ (husband suspected the character of his wife) માર માર્યો હોય તેવી ઘટના સામે આવી (husband beat his wife in morbi) છે. બાળકને લેવા જતાં પતિએ ઉગ્ર બોલાચાલી કરી માર માર્યો હતો. પરિણીતાએ આરોપી પતિ વિરૂદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી (Complaint of assault and threats against husband) હતી.

Complaint of assault and threats against husband in morbi
Complaint of assault and threats against husband in morbi

By

Published : Dec 21, 2022, 8:11 PM IST

મોરબી: મોરબી શહેરની આદર્શ સોસાયટીમાં રહેતી પરિણીતાને તેના પતિએ ચારિત્ર્ય અંગે શંકા (husband suspected the character of his wife) રાખીને ઢોર માર માર્યો હોય તેવી ઘટના સામે આવી છે. પતિએ માથાના ભાગે હેમરેજ જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી (husband beat his wife in morbi) હતી. જે બનાવ મામલે પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (Complaint of assault and threats against husband) છે.

આ પણ વાંચોકર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા, શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે

બાળકને પતિ લઇ ગયો:મોરબીના શનાળા રોડ પર આદર્શ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાબેન નીરવભાઈ રાજપરાએ તેના પતિ નીરવભાઈ વલ્લભભાઈ રાજપરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે છેલ્લા દોઢેક માસથી પતિ સાથે બોલાચાલી થતા શ્રદ્ધાબેન તેના દીકરા વીઆન વાળાને લઈને માતાપિતાના ઘરે આવી ગઈ હતી. તેના લગ્નને તેર વર્ષ થયા છે. દીકરો વિઆન ડી એન ડી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં સીનીયર કે.જીમાં અભ્યાસ કરતો હતો. તા. 20ના રોજ પિતાના ઘરેથી દીકરા વિઆનની શાળાની બસ આવતા તેને બેસાડી પરિણીતા પિતાના ઘરે જતી રહી હતી. બપોરે જીઆઈસીડી પાછળ રહેતા વિઆનના સ્કૂલ શિક્ષક ઉર્વશીબેનના ઘરે વીઆનને તેના શિક્ષકના ઘરે મૂકી પરત આવ્યા હતા. ફરિયાદી શ્રદ્ધાબેન, મોટા બાપા ગોરધનભાઈ દઢાણીયા સાથે પહોંચતા વીઆનને ઝાપટ માર્યાનું નિશાન જોવા મળ્યું હતું અને નિરવે જણાવ્યું હતું કે વીઆનને તારી મમ્મી આવે ત્યારે પપ્પા સાથે રહેવું છે સમજાવતા તે માન્યો નહિ અને મમ્મી પાસે રહેવું છે તેમ કહેતા ગુસ્સામાં ઝાપટ મારી હતી.

આ પણ વાંચોડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે: અમિત શાહ

બાદમાં બોલાચાલી થતા પત્નીને ઢોર માર માર્યો:આમ, બાળકને ઝાપટ મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા પતિ નિરવે પોતાની પત્નીને ધક્કો મારી રૂમમાં લઇ જઈને હોકી લાવી માર માર્યો હતો. ગુસ્સામાં ગાળો બોલી તારે અન્ય વ્યક્તિ સાથે સાથે આડા સંબંધ છે તેમ બોલવા લાગ્યા હતા. શ્રદ્ધાના મોટા બાપુ છોડાવવા લાગતા તેને પણ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને બાદમાં નાનો ભાઈ ગૌરવ આવી જતા તેને છોડાવ્યા હતા. મારામારીમાં શ્રદ્ધાને ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details