મોરબી:મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામના રહેવાસી શ્રમિક પરિવારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પોતાનું મકાન વહેંચેલ હોય જેના રૂપિયા બાબતે પત્ની સાથે ઝઘડો થતા છરીનો ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. ઝઘડામાં રામજીભાઈ નામના વ્યક્તિ પર પોતાની જ પત્ની ગંગાબેનની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે.
મૃતકના પુત્રએ પિતા વિરુદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી: મૂળ ટંકારાના મોટા રામપરના વતની અને હાલ પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રામજીભાઈ રાણવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જીતેન્દ્ર ભાઈ અને તેના પિતા રામજીભાઈ રાણવા કડીયાકામ કરતા હોય કોન્ટ્રાકટર મોતીભાઈ રહે રફાળેશ્વર વાળા સાથે કડિયાકામ માટે ગત તા 25ના રોજ ગયા હતા. કડીયાકામ પૂરું કરીને સાંજના સાડા સાતેક વાગ્યે ઘરે આવતા ફરિયાદીના માતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી જીતેન્દ્રભાઈએ માતાને ખોળામાં લીધા હતા ત્યારે આરોપી પિતા રામજીભાઈએ આવીને કહ્યું હતું કે આપણે જે મકાન વહેંચેલ તેના પૈસા બાબતે તારી મમ્મી સાથે ઝઘડો થયો છે કહીને તેઓ ભાગવા જતા ફરિયાદી પોતાના પિતાને પકડવા ગયા હતા પરંતુ તેઓ નાસી ગયા હતા.
આ પણ વાંચોWoman Committed Suicide in surat: પતિના ત્રાસને કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત