ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આવાસ યોજનાના ક્વાર્ટરનો નથી મળ્યો લાભ, આંદોલનની ચીમકી - aavas yojna

મોરબીઃ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવવામાં થઇ રહેલા વિલંબને પગલે સામાજિક કાર્યકરો દ્વારા આંદોલન શરુ કરવાનું નક્કી કરાયું છે, જેના માટે તંત્ર પાસે મંજુરી માંગવામાં આવી છે.

મોરબીમાં આવાસ યોજનાના ક્વાર્ટર નહિ મળતા, આંદોલનના એંધાણ

By

Published : Jun 1, 2019, 2:02 PM IST

મોરબીના સામાજિક કાર્યકર રાજુ દવે અને જગદીશ બાંભણીયા દ્વારા જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે, કે મોરબીમાં એક વર્ષ પૂર્વે બનેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લાભાર્થીઓને ફાળવવા હેતુ ગત તા. 1-5-2019ના રોજ સંબંધિત કચેરીના અધિકારી અને સ્થાનિક વહીવટી તંત્રને આવેદન પાઠવાયું હતું.

અને 30 દિવસમાં આવાસો ફાળવવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ જણાવ્યું હતું, છતાં તંત્ર દ્વારા આજદિન સુધી આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા નથી. જેથી સામાજિક કાર્યકરો દ્વારા તા. 10-6-2019થી નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં લાભાર્થીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાના હોય જેથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details