મોરબીઃ મોરબી-રાજકોટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે. આવો જ એક અકસ્માત મોરબીમાં છતર નજીક સર્જાયો હતો. જેમાં માસૂમ બાળકીઓ જીવ ગુમાવ્યો છે.
ટંકારાના છતર નજીક હીટ એન્ડ રન, શ્રમિક પરિવારની બાળકીનું મોત - ટંકારાના તાજા સમાચાર
મોરબી-રાજકોટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે. આવો જ એક અકસ્માત મોરબીમાં છતર નજીક સર્જાયો હતો. જેમાં માસૂમ બાળકીઓ જીવ ગુમાવ્યો છે.

ટંકારાના છતર નજીક હીટ એન્ડ રન
મળતી માહિતી મુજબ ટંકારાના છતર ગામે રહેતા પવન નિગવાલ અને તેમના પત્ની રોશન નજીકમાં આવેલા ખેતરમાં મજૂરી કામ માટે ગયાં હતાં. આ પરિવાર બપોરના સમયે જમવા માટે નીકળ્યું હતું. આ દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર GJ-03 LM-5727 નંબરની સફેટ ગાડીએ મજૂર પરિવારની 4 વર્ષની દીકરી દિપાલીને અડફેટે લીધી હતી. જેથી આ બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે.