- રાજ્યમાં 8 બેઠક પર પેટા ચૂંટણી
- વર્ષ 2002થી 2012 સુધી ભાજપની સત્તા
- વર્ષ 2017માં કોંગ્રેસે છીનવી બેઠક
મોરબીઃ રાજ્ય સભા ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે જયંતિ પટેલને ટિકિટ આપી છે. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. મોરબી બેઠકમાં 2002થી લઇને 2012 સુધી ભાજપની સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાગ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે. આ ઉપરાંત આ બેઠકમાં 1,41,583 પુરુષ મતદારો અને 1,29,322 મહિલા મતદારો અને અન્ય 1 સહિત કુલ 2,70,906 મતદારો છે. જેમાં 1,547 દિવ્યાંગ મતદારો છે, જયારે 5,113 મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે.
વિધાનસભાની અગાઉની ચૂંટણીના પરિણામો
વર્ષ | ભાજપ ઉમેદવાર | વોટ | કોંગ્રેસ ઉમેદવાર | વોટ | પરિણામ |
2002 | કાંતિલાલ અમૃતિયા | 53447 | જયંતિ પટેલ | 51853 | ભાજપ વિજેતા |
2007 | કાંતિલાલ અમૃતિયા | 75313 | જયંતિ પટેલ | 52792 | ભાજપ વિજેતા |
2012 | કાંતિલાલ અમૃતિયા | 77386 | બ્રિજેશ મેરજા | 74626 | ભાજપ વિજેતા |
2017 | કાંતિલાલ અમૃતિયા | 85977 | બ્રિજેશ મેરજા | 89396 | કોંગ્રેસ વિજેતા |