ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા બૅનરોમાં ધારાસભ્યની બાદબાકી - સીઆર પાટીલ ન્યૂઝ

હળવદ શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને શુભેચ્છા આપતા બૅનર લગાવવામાં આવ્યા છે. તે બૅનરમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની બાદબાકી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા બૅનરોમાં ધારાસભ્યનો કોઈ ઉલ્લેખ ન કરાતા હળવદ ભાજપમાં આંતરિક જુથવાદ ફરી એકવાર જોવા મળ્યો છે.

Morbi News
Morbi News

By

Published : Jul 29, 2020, 10:29 AM IST

મોરબીઃ હળવદમાં હાલ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેમાં હળવદમાં ભાજપ પ્રમુખ પાટીલને શુભેચ્છા બૅનરો લગાવવામાં આવ્યા છે. પરંતુ આ બૅનરમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયાના નામનો કે ફોટાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી ધારાસભ્યના સમર્થકોમાં ભારે નરાજગી જોવા મળી રહી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલને શુભેચ્છા બૅનરમા નાના કાર્યકર્તા હોદેદારોના નામ અને ફોટા છે, પણ ધારાસભ્યના ફોટા કે નામ રાખવામાં આવ્યા ન હતા. આ બૅનરમા પૂર્વ ધારાસભ્યની બાદબાકી કરવામાં આવી છે. જેથી હળવદ ભાજપમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરા હળવદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તે સમયે હળવદમાં ભાજપના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ સામે આવ્યો હતો અને હોસ્પિટલની અંદર જ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ ભીનું સંકેલાઈ ગયું હતું તો ફરી એક વખત ભાજપનો હળવદની અંદર ચાલતો જૂથવાદ સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details