ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ભારે વરસાદને લીધે હજારો ટન કોલસાનો જથ્થો દરિયામાં તણાયો

મોરબી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે મીઠા ઉદ્યોગમાં લાખો રૂપિયાનું નુક્સાન થવાની સાથે સાથે માળિયા તાલુકાનું નવલખી બંદર પણ તળાવમાં ફેરવાઇ ગયું હતું. જેના લીધે ત્યાં પડેલો હજારો ટન કોલસાનો જથ્થો પાણીના વહેણના કારણે દરિયામાં તણાઈ ગયો હતો.

Morbi
મોરબીમાં ભારે વરસાદમાં હજારો ટન કોલસો દરિયામાં તણાયો

By

Published : Aug 27, 2020, 1:12 PM IST

  • ભારે વરસાદને લઇને હજારો ટન કોલસો દરિયામાં તણાયો
  • મીઠા ઉદ્યોગમાં લાખો રૂપિયાનું નુક્સાન થવાની ભીતિ
  • ખાનગી કંપનીના આયાતકારોને મોટી નુકસાની

મોરબી: જિલ્લાના નવલખી બંદરને કોલસાનું હબ ગણવામાં આવે છે અને રોજના લાખો ટન કોલસાની આયાત અને નિકાસ કરવામાં આવે છે, પરંતુ કુદરતી મેઘ પ્રકોપના લીધે જે વરસાદી પાણી નવલખી બંદર પર ફરી વળ્યા તેના કારણે કોલસો દરિયામાં વહી જતા હાલ નુકસાનનો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ બની ગયો છે, પરંતુ એ ચોક્કસથી કહી શકાય કે, આ કોલસાના નુકસાનથી ખાનગી કંપનીના આયાતકારોને મોટી નુકસાની ભોગવવી પડશે.

બીજી બાજુ બંદર ખાતા અને કંપની દ્વારા બચી ગયેલા કોલસાને યોગ્ય જગ્યા પર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વેપારીઓનો લાખો રૂપિયાનો કોલસો પાણીમાં વહી ગયો છે. જેના લીધે વેપારીઓ અને ખાનગી કંપનીઓ પાયમાલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details