ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, ગ્રામ્ય પંથકમાં કરા પડ્યા - મોરબી

મોરબીઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે બાબરા, ગોંડલ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ મોરબીમાં પણ ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Morbi

By

Published : Nov 13, 2019, 9:42 PM IST

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ૧૩ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. બુધવારે સાંજના સુમારે ઓચિંતા હવામાનમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કરા પડ્યા હતાં, તો માળિયામાં પણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતાં.

મોરબીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, ગ્રામ્ય પંથકમાં કરા પડ્યા

મોરબી શહેરમાં મોડી સાંજે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરાયા હતાં, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ABOUT THE AUTHOR

...view details