ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જીલ્લામાં મોડી રાત્રીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - મોરબી

મોરબી: જીલ્લામાં વિરામ બાદ ફરીથી મેઘમહેર થતા સર્વત્ર ખુશીનો માહોલ છવાયો છે. શુક્રવારે સવારથી વરસાદી માહોલ ચાલુ થયો હતો જે આજ સવાર સુધી મેઘાએ હેત વરસાવતા મોરબી જીલ્લા સમગ્રમાં પાચ થી સવા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી

By

Published : Aug 10, 2019, 12:29 PM IST

જીલ્લાના પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસવાનું શરુ થયું હતું અને મોરબી જીલ્લામાં ગઈકાલે સવારે આઠથી આજે સવારે આઠ વાગ્ય સુધીમાં

મોરબી જીલ્લામાં મોડી રાત્રીથી મેઘરાજાની દે ઘનાધન, ડેમોમાં આવક
  • મોરબીમાં ૧૮૦ MM
  • વાંકાનેરમાં ૧૨૪ MM
  • હળવદમાં ૧૭૦ MM
  • ટંકારામાં ૨૦૪ MM
  • માળિયામાં ૧૦૫ MM

જેટલો સાર્વત્રીક વરસાદ નોંધાયો છે.

મોરબી જીલ્લામાં સૌથી વધુ વરસાદ ટંકારમાં તો સૌથી ઓછો વરસાદ માળીયા, મિયાણામાં વરસતા ખેડૂતો, યુવાનો, સહિતનાઓમાં ખુશી જોવા મળી રહી છે. તો સાર્વત્રિક વરસાદને પગલે મોરબી જીલ્લાના મચ્છુ 1 ડેમ 40 ફૂટ અને મચ્છુ 2 ડેમ 24 ફૂટની સપાટીમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. તો હજુ પણ ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. ટંકારા તાલુકાના ડેમ ૧ અને બગાવડી ડેમ ઓવરફલો થયો છે. તો તંત્રએ પણ વધુ વરસાદને લઇને એલર્ટ જાહેર કરી તાકીદે મીટીગ બોલાવી હતી અને NDRF ટીમ પણ તેનાત કરી દેવામાં આવી છે.


મોરબી જિલ્લાના જીવાદોરી સમાન વાંકાનેરના મચ્છુ 1 ડેમ 38.76 ફૂટ ભરાવવાથી 49 ફૂટની સપાટીએ ઓવરફ્લો થશે જેની હાલમાં 23155 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો મોરબીના મચ્છુ 2 ડેમ 21.56 ફૂટ પહોંચ્યો છે. જેના 33 ફૂટ બાદ ડેમમાં દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. જે ડેમમાં 42885 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. તો ટંકારા નજીક આવેલ બંગાવડી ડેમ 80 ટકા ભરાય જતા ઓવરફ્લો થવાની શક્યતાના પગલે નિચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે. ટંકારાનું બંગાવડી તેમજ જોડિયાના ટીંબડી, રસનાળ, સૂર્યાવદર અને ચન્દ્રવદરને પણ એલર્ટ જાહેર કરાયા છે. ગામના લોકોને નદીના વિસ્તારમાં અવરજવર નહીં કરવા ચેતવણી પણ આપવામાં આવી એચ. આમ, મેઘરાજા મોરબી જિલ્લા પર પણ મહેરબાન થયા છે.

ABOUT THE AUTHOR

...view details