મોરબીઃ ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેર હવે ક્રાઈમ નગરી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ચોરી, લૂંટ જેવા બનાવો હવે સામાન્ય બની ગયા છે. તો સ્ત્રી અત્યાચારના કેસ પણ વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં એક 5 વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા ઇસમે હેવાનિયત આચરી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બાળકી સાથે હેવાનિયત આચરનારા ઈસમને દબોચી લેવાયો હતો.
મોરબીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર ઇસમની ધરપકડ - Rajkot News
મોરબીમાં પાડોશમાં રહેતા ઇસમે હેવાનિયત આચરી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.
![મોરબીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર ઇસમની ધરપકડ મોરબીમાં 5 વર્ષની બાળકીને હેવાનિયતનો શિકાર બનાવનારા ઇસમની ધરપકડ કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8902569-371-8902569-1600826622813.jpg)
મોરબીમાં 5 વર્ષની બાળકીને હેવાનિયતનો શિકાર બનાવનારા ઇસમની ધરપકડ કરાઇ મોરબીમાં 5 વર્ષની બાળકીને હેવાનિયતનો શિકાર બનાવનારા ઇસમની ધરપકડ કરાઇ
મોરબીમાં 5 વર્ષની બાળકીને હેવાનિયતનો શિકાર બનાવનારા ઇસમની ધરપકડ કરાઇ
બનાવની જાણ થતા DySP રાધિકા ભારાઈ, B ડિવિઝન PI આઈ એમ કોઢિયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ભોગ બનનારાની પિતાની ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં નરાધમ ઈસમને ઝડપી લેવાયો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીની ધોરણસર કર્યવાહી કરી અટકાયત કરવામાં આવી છે. તેમજ ભોગ બનનારી બાળકીની તબિયત પણ હાલ સ્થિર હોવાનું પીઆઈ આઈ એમ કોઢિયાએ જણાવ્યું હતું