ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હાર્દિક પટેલનો હુંકાર - Acting President of Congress

ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રસ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોરબીમાં કોંગી ઉમેદવાર જયંતી પટેલના સમર્થનમાં પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હુંકાર કર્યો હતો.

હાર્દિક પટેલ
હાર્દિક પટેલ

By

Published : Oct 24, 2020, 5:18 PM IST

  • ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
  • હાર્દિક પટેલનો ભાજપના નેતા પર પ્રહાર
  • સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ પ્રયત્નશીલ: હાર્દિક પટેલ

મોરબી: માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મોરબીના જેતપર ગામે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જનસભાને સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલે ભાજપ અને બ્રિજેશ મેરજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, વરરાજા વગરની જાન ગામેગામ ફરી રહી છે. જેને જાકારો આપીને ૨૫ હજાર મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાના છે.

મોરબી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા હાર્દિક પટેલનો હુંકાર

સ્મૃતિ ઈરાની અને આઈ.કે. જાડેજા પર હાર્દિકના પ્રહાર

આ ઉપરાંત હાર્દિકે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા ઉપર પણ પ્રહારો કર્યા હતા. હાર્દિકે પટેલે કહ્યું કે, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ હંમાશા પ્રયત્નશીલ રહેશે. સાથે જ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પર રૂપિયા 20 કરોડમાં વેંચાયા હોવાનો પણ આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details