ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનને પગલે ટંકારાનું હમીરપર ગામ સજ્જડ બંધ જોવા મળ્યું

મોરબીમાં ટંકારાનું હમીરપર ગામ કોરોના વાઇરસને લઈને કરફ્યૂના આદેશ મુજબ તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તેમજ જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે તેવો આદેશ ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો.

By

Published : Mar 30, 2020, 6:59 PM IST

લોકડાઉન
લોકડાઉન

મોરબી: કોરોના વાઇરસને લઈને ગામ અને સિટીમાં કરફ્યૂના આદેશ મુજબ હમીરપર તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ ગામની કરિયાણાની દુકાન સવારે એક કલાક અને સાંજે એક કલાક પૂરતી જ ખોલવાની રહેશે. તેમજ બીજી બધી દુકાનો 14 એપ્રિલ સુધી બંધ રાખવાની છે. ગામમાં પણ વધુ વ્યક્તિએ ભેગું થવાનું નથી. જે આ નિયમનું પાલન નહીં કરે એને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે.

જે બહાર ગામથી આવેલા લોકો ગામમાં આવેલ છે. એ લોકોએ પણ 14 દિવસ સુધી ઘરની બહાર નિકળવું નહી. તે વ્યક્તિ જો બહાર નીકળશે તો રૂપિયા 2500નો દંડ કરવામાં આવશે. આ બધા નિયમોનું પાલન કરી બધાનો સાથ સહકાર રહે તેવી લાગણી હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details