- 12 જેટલા ગામોમાં સિંચાઈનું પાણી પહોંચતું ન હતું
- કેનાલ ખાલીખમ જોવા મળતા ખેડૂતો બન્યા હતા ચિંતિત
- નર્મદા વિભાગને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી
મોરબી : માળિયા તાલુકાના છેવાડાના ગામો ઘાટીલા, કુંભારિયા, વેણાંસર, વેજલપર, ખાખરેચી, વધારવા, સુલતાનપુર, માણબા, ચીખલી અને ખીરઈ ગામોમાં ખેતી માટે સિંચાઈના પાણીની જરૂર પડતી હોય છે. વાવણીની ઋતુમાં નર્મદા કેનાલ ખામી ખમ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. ખેડૂતો દ્વારા ઉપરવાસમાં પાણી ચોરી થતી હોવાની ફરિયાદી તંત્રને કરવામાં આવી હતી. નર્મદા વિભાગ દ્વારા માળિયા તાલુકાના ખેડૂતોની ફરિયાદને ધ્યાને લઈને હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરનાર શખ્સોએ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો