મોરબી: હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (corona report positive) આવતા તેઓ હોમ કોરોન્ટાઇન (MLA Parshotam Sabria tested Positive) થયા છે તો સંપર્કમાં આવેલા તમામ લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોન્ટાઇન થયા છે
હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ગઈકાલે તબિયત બગડી હોવાથી ચેકઅપ કરાવ્યું હતું અને ડોક્ટરની સલાહ મુજબ કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી ધારાસભ્ય હાલ હોમ કોરોન્ટાઇન થયા છે. પરસોતમભાઈ ગત તા. 8ના રોજ કલેકટર કચેરી ખાતે પ્રભારી પ્રધાન દેવાભાઈ મલમની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
તમામ અધિકારીઓ પણ તકેદારી રાખે તેવી અપીલ