ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદનો ફર્નિચરનો વેપારી મોરબીમાંથી હથિયાર સાથે ઝડપાયો - Morabi's SOG team

મોરબીના લીલાપર રોડ પર હોથી પીરની દરગાહ નજીકથી હળવદના ફર્નિચરના વેપારી યુવાનને ગેરકાયદેસર પીસ્તોલ સાથે મોરબી SOG ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરિયા
આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરિયા

By

Published : Feb 23, 2021, 1:46 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને પોલીસની સઘન પેટ્રોલીગ
  • હળવદનો ફર્નિચરનો વેપારી મોરબીમાંથી હથિયાર સાથે ઝડપાયો
  • મોરબી SOG ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી :જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને DYSP રાધિકા ભારાઈની સુચનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહી છે. ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેના માટે પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે.

વેપારી પાસેથી દેશી બનાવટની કિંમત રૂપિયા 10,000ની પિસ્તોલ ઝડપી

મોરબી SOG PI જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ SOG ટીમના સતિષભાઈ સુખાભાઈ ગરચર તથા યોગેશદાન જીતસેન ગઢવીને મળેલી સંયુક્ત બાતમીને આધારે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરિયા (ઉ.વર્ષ 26) ફર્નિયરના વેપારી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details