મોરબીઃ હળવદ GIDC વિસ્તારમાં રહેતા અને કામ કરતા બે યુવાનો કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા અને ડૂબી જતા સ્થાનિકોનો મદદથી શોધખોળ હાથ ધરવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવતા પી.એમ માટે ખસેડીને હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ ધ્રાગ્રાંધા નર્મદા બાન્ચ કેનાલમાં ડૂબી જતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત - હળવદ GIDC વિસ્તાર
હળવદ GIDC વિસ્તારમાં રહેતા અને કામ કરતા બે યુવાનો કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા અને ડૂબી જતા સ્થાનિકોનો મદદથી શોધખોળ હાથ ધરવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવતા પી.એમ માટે ખસેડીને હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![હળવદ ધ્રાગ્રાંધા નર્મદા બાન્ચ કેનાલમાં ડૂબી જતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત હળવદ ધાગ્રાધાં નમૅદા બાન્ચ કેનાલમાં ડૂબી જતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:38:49:1595574529-gj-mrb-04-canal-yuvan-dubya-av-gj10004-24072020123513-2407f-1595574313-519.jpg)
હળવદ ધાગ્રાધાં નમૅદા બાન્ચ કેનાલમાં ડૂબી જતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત
મળતી માહિતી મુજબ હળવદ GIDC વિસ્તારમાં રોશની સોલ્ટમાં મજૂરી કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો ગરમીથી રાહત મેળવવા કેનાલમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી જતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ બંને યુવાનોના મૃતદેહ કેનાલમાંથી બહાર આવ્યા હતા. મૃતક યુવાનો મનોજ (ઉમર વર્ષ 22) અને અખિલેશ (ઉમર વર્ષ 23) હોવાનું જાણવા મળ્યું હતું. તો પોલીસની ટીમને જાણ કરવામાં આવતા તુરંત દોડી આવીને બંન્ને મૃતદેહને પી.માટે ખસેડવામાં આવ્યા હતાને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.