બનાવની મળતી માહિતી મુજબ માયાપુર લીમડીયા સીમ વિસ્તારમાં માલધારી તેના ધેટા બકરા ચરવા ગયા હતા. ત્યારે ખાવામાં નોન બીટ કપાસની ઝેરી દવા ખાઈ જતા 10થી વધુ ઘેટા બકરાના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
હળવદના માયાપુર ગામે દસથી વધુ ઘેટા-બકરાના મોત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ થશે ખુલાસો - gujarat]
મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. નાના ગામમાં ઘેટા-બકરાના મોતથી માલધારી ચિંતામાં મૂકાયા હતા.
morbi
બનાવ અંગે હળવદ પશુ ડોક્ટર નાયકપરા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાવની માહિતી મળતા તરત જ પશુ ડોક્ટર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને અન્ય ઘેટા બકરાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે મૃત્યુ પામેલા ઘેટા બકરાના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ ઝેરી વસ્તુ ખાવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.