ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રયે દિવ્યાંગોને સાધનો અર્પણ કર્યા - tool

મોરબી: હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય અને ભચાઉના સંયુક્ત ઉપક્રમે માનવસેવાના હિતાર્થે નિ:શુલ્ક દિવ્યાંગો લાભાર્થીઓને વિવધ સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 275 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ હાથ-પગ, વ્હિલચેર ઘોડી જેવા વિવિધ સાઘનોનું વિતરણ કરાયું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 25, 2019, 8:42 PM IST

આ કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગ બાળકોએ મહેમાનોનું સ્વાગત કરીને તેમજ મામેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. આ સમારોહ ડૉ.એસ. કે. નંદા ડાયરેક્ટર ઓફ હુડકો ન્યુ દિલ્હી ભારતસરકારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સ્પોટ ફોટો

આ ઉપરાંત ગેલેન્ટ મેટલ લિમિટેડના જગમોહનશિગ, ભાસ્કરભાઈ શાહ પરિવાર, મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ તેમજદિલુભા જાડેજા વગેરેના સહયોગથી આ વિતરણ કેમ્પ યોજાયો હતો.

સ્પોટ ફોટો

આ સમારોહમાં બીપીનભાઈ દવે, પ્રકાશકુમાર બારોટ, શેલેન્દ્રભાઈ જૈન, વિજયભાઈ જાની, કમલેશભાઈ દફ્તરી, તપનભાઈ દવે તેમજ સંત દિપકદાસ બાપુ સહિતના સંતો-મહંતો તેમજ અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

સ્પોટ ફોટો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details