આ શોર્ટ ફિલ્મ અંગે લાલજી મહેતાએ જણાવ્યું હતું કે, ગોવા ખાતે ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ એવોર્ડ યોજવામાં આવી રહ્યો છે. જેમાં મોરબીમાં બનેલી 'ખાનદાનનું ખોરડું' શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ સામાજિક થીમ પર આધારિત ફિલ્મ છે. જે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાનો સંદેશ આપે છે.
મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મનું શૂટિંગ, વિધિવિધાન સાથે શૂટિંગની શરૂઆત - gujaratinews
મોરબી: જિલ્લાના ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર લાલજી મહેતા દ્વારા નવી શોર્ટ ફિલ્મ 'ખાનદાનનું ખોરડું' બનાવવામાં આવી રહી છે. આ શોર્ટ ફિલ્મનું આજે મુહૂર્ત યોજવામાં આવ્યું હતું. ત્યારે આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ મોરબીમાં પણ થવાનું છે. જેને લઈને આજે શોર્ટ ફિલ્મનું મુહુર્ત કરીને શૂટિંગ યોજવામાં આવ્યું હતું.
મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મનું મુર્હત કરીને શૂટિંગની કરાઈ શરૂઆત
આ શોર્ટ ફિલ્મમાં દત્તક લીધેલા પુત્ર અને સામાજિક તાણાવાણાને સાંકળી લેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્મમાં અભિનય શૈલેશ પંડ્યા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેઓ જણાવે છે કે, તેઓ છેલ્લા 35 વર્ષથી અભિયન સાથે જોડાયેલા છે.