- મોરબી ચાચાપર ગામે સ્ત્રી સશક્તિકરણની મિશાલ કાયમ કરી
- ચાચાપર ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી
- સરપંચ પદ અને સભ્ય પદની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી
મોરબી: ચાચાપર ગામે સ્ત્રી સશક્તિકરણની મિશાલ કાયમ કરી છે. ચાચાપર ગ્રામ પંચાયતને (Gujarat Gram Panchayat Election 2021) સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં સરપંચ અને તમામ સભ્યો તરીકે માત્ર મહિલાઓની જ વરણી કરી કરવામાં આવી છે.
પ્રથમ વખત સમરસ તરીકે જાહેર થઇ પંચાયત
ચાચાપર ગામમાં 2178 જેટલી વસ્તી છે અને ગામના આગેવાનોનાં પ્રયાસોથી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે. ગામના સરપંચ તરીકે સંગીતાબેન રમેશભાઈ ભીમાણી તેમજ સભ્યો તરીકે અનિતાબેન રાઠોડ, રાજેશ્રીબેન ભાલોડીયા, કાંતાબેન ચૌહાણ, છાયાબેન હોથી, હંસાબેન ફેફર, ચંદ્રિકાબેન વાછાણી, હંસાબેન ભાલોડીયા, રીટાબેન સનીયારાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આમ નાના એવા આ ગામે સ્ત્રી સશક્તિકરણની દિશામાં ઉમદા પહેલ કરી હતી. ગામમાં બેંક, પોસ્ટ ઓફીસ, આરોગ્ય કેન્દ્ર, શાળા સહિતની સુવિધાઓ છે તો આ સાથે ગામમાં 2300 જેટલા વૃક્ષોથી લીલુછમ જોવા મળે છે.
ગામ તમામ સુવિધાઓથી સજ્જ