ગુજરાત

gujarat

ETV Bharat / state

Ceramic Industry in Morbi : ગુજરાત ગેસ કંપનીએ રાતોરાત MGO સીસ્ટમ બંધ કરી, સિરામિક ઉદ્યોગનો ગેસ કંપનીની કચેરીએ હલ્લાબોલ - Morbi Ceramic Association

મોરબીમાં સ્વબળે વિકસેલ સિરામિક ઉદ્યોગને(Ceramic Industry in Morbi) ક્યારેક કોલગેસ પ્રદુષણના નામે તો ક્યારેક ગેસ કંપનીની મનમાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી સિરામિક ફેક્ટરી સાથે કરાતા માસિક કરાર બંધ કરવાનો ગેસ કંપનીએ(Gujarat Gas Company) નિર્ણય લીધો છે. જેના વિરોધમાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.

Ceramic Industry in Morbi : ગુજરાત ગેસ કંપનીએ રાતોરાત MGO સીસ્ટમ બંધ કરી, સિરામિક ઉદ્યોગનો ગેસ કંપનીની કચેરીએ હલ્લાબોલ
Ceramic Industry in Morbi : ગુજરાત ગેસ કંપનીએ રાતોરાત MGO સીસ્ટમ બંધ કરી, સિરામિક ઉદ્યોગનો ગેસ કંપનીની કચેરીએ હલ્લાબોલ

By

Published : Dec 31, 2021, 4:35 PM IST

મોરબી : મોરબીમાં સ્વબળે વિકસેલ સિરામિક ઉદ્યોગને(Ceramic Industry in Morbi) ક્યારેક કોલગેસ પ્રદુષણના નામે તો ક્યારેક ગેસ કંપનીની મનમાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ કંપની(Gujarat Gas Company) મનમાની ચલાવી છેલ્લા મહિનાઓમાં કમરતોડ ભાવવધારો ઝીંકી દીધો છે જે ફટકો તો સિરામિક ઉદ્યોગે સહન કરી લીધો હતો. જોકે હવે સિરામિક ફેક્ટરી(Ceramic Factory in Morbi) સાથે કરાતા માસિક કરાર બંધ કરવાનો ગેસ કંપનીએ નિર્ણય લીધો છે. જેના વિરોધમાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની કચેરીએ પહોંચીને ઉગ્ર(Traders in Morbi Protested Against gas Company) રજૂઆત કરી હતી.

સિરામિક ઉધોગપતિઓ ગેસ કંપનીની ઓફીસ પહોંચ્યા

ગુજરાત ગેસ કંપની કચેરીએ વિરોધ

મોરબીના સિરામિક એસોના(Morbi Ceramic Association) હોદેદારો તેમજ ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગેસ કંપનીની લાલપર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા અને નોન એમજીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તમામ મેમ્બરોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે જે હાલની સ્થિતિના ધ્યાને લેતા આવતા મહિનેથી ગેસનો MGO(Magnesium oxide) કરી આપવામાં આવશે નહિ. જેથી તમામ મેમ્બરોએ આ અંગે પ્રમુખો સાથે ટેલીફોનીક ચર્ચા કરી હતી અને આ નિર્ણય ઉદ્યોગના હિતમાં ના હોય જેથી નિર્ણય પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે. જો આ નિર્ણય પરત ના લેવાય તો સિરામિકના તમામ યુનિટો બંધ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગ બંધ થાય તેની તમામ જવાબદારી ગુજરાત ગેસ કંપનીની રહેશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું.

એગ્રીમેન્ટના થાય તો ઉદ્યોગને કેટલું નુકશાન થાય અને શું તકલીફ પડે ?

જે મામલે સિરામિક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, ગેસ કંપની અગાઉ પણ ગમે ત્યારે રાતોરાતભાવવધારો ઝીકી દેતા હોય છે અને હવે આગામી માસથી એટલે કે બે દિવસ બાદથી એગ્રીમેન્ટ નહિ કરે તેની જાણ કરી છે. એગ્રીમેન્ટ બંધ થાય તો ગેસના ભાવમાં 4.50 રૂપિયા જેટલો ફર્ક પડે એટલું જ નહિ એગ્રીમેન્ટ ના હોવાથી ગેસ કંપની કોઈ રીતે બંધાયેલીના રહે. જેથી નિયમિત સપ્લાય થાય કે કેમ તેની ચિંતા ઉદ્યોગપતિઓને રહે છે. તેમજ નોન એગ્રીમેન્ટમાં ગમે ત્યારે ભાવ વધી જાય તો ઉધોગ મુશ્કેલીમાં મુકાય તેમ હોવાથી વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યું છીએ.

મોહન કુંડારિયા અને બ્રિજેશની વાતચીત દ્રારા હાલ નિર્ણય મોકૂફ રખાયો

જે બાબતે સિરામિક એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ માસમાં ગેસ કંપનીને 32 રૂપિયામાંથી 62 રૂ. સુધી ગેસનો ભાવ પહોંચાડી 100 ટકા જેટલો વધારો કર્યો છે. એટલું જ નહિ આજે MGO નહિ થઇ સકે તેવો ઈમેલ આવતા 500 ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફીસ આવ્યા હતા. તેમજ નિર્ણય પરત ના ખેંચાય ત્યાં સુધી અહી જ ધામા નાખવાનું નક્કી કર્યું હતું. જેને પગલે પ્રધાન બ્રિજેશ મેરજા અને સાંસદ મોહન કુંડારિયાએ ગેસ કંપની અધિકારી સાથે વાતચીત કરી હાલ નિર્ણય મોકુફ રખાયો છે. જણાવ્યું હતું જે નિર્ણયને સિરામિક એસો દ્વારા આવકાર્યો હતો અને હવે જૂની સીસ્ટમથી જ ગેસ સપ્લાય થશે. જેથી ઉદ્યોગપતિઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચોઃ ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા મોરબીની એસબીઆઈ બેંક દ્વારા કસ્ટમર મીટિંગનું આયોજન

આ પણ વાંચોઃ Sugar Mill In India: સાયણ ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની 61મી સાધારણ સભા મળી

ABOUT THE AUTHOR

...view details