- નાણાકીય વર્ષ 2020-21ના વર્ષમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે
- 20.83 ટકાના હિસ્સા સાથે પ્રથમ રહ્યું ગુજરાત
- મોરબી સિરામિક ઉધોગનો 20 ટકા હિસ્સો થાય છે એક્સપોર્ટ
મોરબી :રાજ્યમાં સિરામિક ઉધોગ ( Ceramics industries )માં એકસપોર્ટના આંકડા પરથી સિદ્ધ થાય છે કે, ખરેખર ગુજરાત દેશમાં રોલ મોડેલના સ્થાને છે. નાણાકીય વર્ષ 2020-21ના વર્ષમાં સમગ્ર દેશમાં એક્સપોર્ટ કરવામાં ગુજરાત પ્રથમ ( Gujarat First in Ceramics ) ક્રમે રહ્યું છે. કોરોના મહામારી છતાં ગુજરાતનું એક્સપોર્ટ 20.83 ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. આ બાદ મહારાષ્ટ્ર 20.06 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે આવ્યું છે.
સિરામિકના એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત આવ્યું અવ્વલ આ પણ વાંચો:મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
મોરબીમાંથી માર્ચમાં 2500 કરોડનું કરાયું એક્સપોર્ટ
દેશમાં સિરામિક ઉધોગના એકસપોર્ટમાં ત્રીજા ક્રમે તમિલનાડુ, ચોથા ક્રમે ઉતરપ્રદેશ અને પાંચમાં ક્રમે કર્ણાટક જોવા મળે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટાપાયે એક્સપોર્ટ કરે છે અને ગુજરાતના એક્સપોર્ટના હિસ્સામાં મોરબીના સિરામિક ઉદ્યોગનો પણ મોટો હિસ્સો છે. ત્યારે, મોરબીના સિરામિક ઉદ્યોગે સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ ક્રમે પહોંચાડવામાં મોટું યોગદાન આપી મોરબીનું ગૌરવ સમગ્ર દેશમાં વધાર્યું છે. જે અંગે, સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના એક્સપોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગનો હિસ્સો 20 ટકા જેટલો છે અને ગત માર્ચ માસમાં 2500 કરોડનું એક્સપોર્ટ કરાયું હતું.
આ પણ વાંચો:કેન્દ્રીય બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની અપેક્ષાઓ