મોરબી- 66 ટંકારા પડધરી વિધાનસભા બેઠક (Tankara Paddhari Assembly Seat ) 2017 સુધી છેલ્લા 22 વર્ષથી ભાજપનો ગઢ રહ્યો હતો એનું હવેની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) શું થશે તેની રાહ જોવી રહી.. હાલના રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો (Mohan Kundariya Seat) આ બેઠક પર વર્ષ 1995થી દબદબો રહ્યો હતો અને તેઓ 2014માં સાંસદ બનતા પેટાચૂંંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વિજયી બન્યા હતાં. જોકે મોરબી બેઠક માફક જ ટંકારા બેઠક પાટીદાર આંદોલનથી પ્રભાવિત હોવાથી 22 વર્ષ બાદ ભાજપે ગઢ ગુમાવ્યો હતો. તો 2022 વિધાનસભા ચૂંટણીમાં આંદોલન ફેક્ટર નથી તેમજ સરકાર સામે અન્ય એન્ટી ઇન્કમબન્સી જેવું ફેક્ટર (Assembly seat of Tankara Paddhari) નજરે પડતું નથી જેથી ભાજપ ગુમાવેલી બેઠક પરત મેળવવા પૂરું જોર લગાવશે. ટંકારામાં સૌથી વધુ પાટીદાર મતદારો છે. મોરબીનો આ એક એવો તાલુકો છે કે જ્યાં સૌથી વધુ મતદારો (Gujarat election 2022 ) પાટીદાર છે.
ટંકારા પડધરી વિધાનસભા બેઠક ડેમોગ્રાફી -આ તાલુકો ખેતી આધારિત છે. આ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો છે. ટંકારા પડધરી બેઠક (Tankara Paddhari Assembly Seat )પર આમ તો ભાજપનો દબદબો છેલ્લા 25 વર્ષથી જોવા મળે છે. અહીંથી ધારાસભ્ય રહી ચુકેલા મોહન કુંડારિયા (Mohan Kundariya Seat) સંસદભવન સુધી પહોંચ્યા છે. જોકે છેલ્લા પાટીદાર આંદોલનમાં મોરબી જિલ્લાનું ટંકારા પણ પ્રભાવિત રહ્યું હતું તો આ બેઠક પર પાટીદાર ફેક્ટર જ હાર કે જીત નક્કી કરે છે કારણ કે 49 ટકા જેટલા મતદારો પાટીદાર છે જેથી પાટીદાર સમાજના સાથ સિવાય અહીંથી કોઈ પક્ષ ચૂંટણી જીતી શકે નહીં.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે મંગળ ગાવિત બાદ શૂન્યાવકાશ?
બેઠક પર કુલ 2,24,520 મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,16,009 અને સ્ત્રી મતદારોની સંખ્યા 1.08,511 છે.બેઠકની જ્ઞાતિગત વોટબેંક જોઇએ તો પાટીદાર - 1.20 લાખ, દલિત - 12થી 13 હજાર, માલધારી - 8થી 9 હજાર ,ક્ષત્રિય - 12થી 14 હજાર અને કોળી - 8 હજાર જેવા છે.વર્ષ 2017માં પાટીદાર આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. અગાઉ ટંકારા પડધરી બેઠક ભાજપનો ગઢ હતો. જે પાટીદાર આંદોલનની અસરને પગલે ધરાશાયી થયો હતો. જોકે હાલ સત્તાવિરોધી લહેરનું પરિબળ (Election 2022 ) જોવા મળતું નથી.
અગાઉની ચૂંટણીના પરિણામ- ટંકારા પડધરી વિધાનસભા બેઠક પર (Tankara Paddhari Assembly Seat ) યોજાયેલી અગાઉની ચૂંટણીઓની વાત કરીએ તો 2012માં ભાજપ તરફથી મોહન કુંડારિયા ઉમેદવાર હતાં જેમને 63,630 મત મળ્યાં હતાં. તો કોંગ્રેસના મગનભાઈ વડાવીયાને 48,223 મત મળતાં ભાજપના મોહન કુંડારિયાની 15,407 મતોથી જીત થઇ હતી. તો 2014માં પેટાચૂંટણીમાં ભાજપના બાવનજી મેતલીયાને 65,833 જ્યારે કોંગ્રેસના લલીત કગથરા 5,4102 મત મળતાં ભાજપની જીત થઇ હતી.