મોરબી: તોલમાપ વિભાગ દ્વારા હળવદમાં બે દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તોલમાપ વિભાગ દ્વારા બન્ને દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ તોલમાપ વિભાગની કાર્યવાહીને પગલે શહેરની મોટાભાગના હોલસેલ દુકાનદારોએ પોતાના શટર પાડી દીધા હતા.
મોરબીમાં પાન માવાની દુકાનો પર GST ટીમના દરોડા
કોરોના વાઈરસને લઈ રાજ્ય સરકાર દ્વારા પાન તમાકુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા પાન માવાની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં પણ હોલસેલના કેટલાંક દુકાનદારો અને પાનના ગલ્લાવાળાઓ વધુ પૈસા લેતા હોવાની ફરિયાદોને લઈને હળવદમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા હતા.
ETV BHARAT
GST ટીમ દ્વારા મોરબીના નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીમાં દરોડા પાડ્યા હતા. નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીની ઓફીસ ઉપરાંત સુધારાવાળી શેરીમાં આવેલા ગોડાઉનમાં પણ ટીમે ચેકિંગ કર્યું હતું અને એજન્સીનું સાહિત્ય કબજે લઈને ટીમ રવાના થઇ હતી. GST ટીમની કાર્યવાહીને પગલે હોલસેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.