જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસના PI જે.એમ.આલની ટીમે તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન આઠ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરાતા જજે સોમવાર સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતી કરી કોમ્પ્યુટર અને લેપટોપ કબ્જે કર્યા હતા.
સીરામિક ઉદ્યોગોમાં કરોડોનું GST કૌભાંડ, વધુ ચાર આરોપી ઝડપાયા - accused
મોરબીઃ રાજ્ય વેરા અધિકારી એછલેએ IT વિભાગમાં પોલીસે 17 કોરડથી વધુ GST ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યાર બાદ SOG ટીમે બોગસ સિરામિક કંપની ઊભી કરી કરોડોની ચોરી કરનાર આરોપી ઝડપી લેવામાં આવે છે. આ પહેલા પણ પોલીસે આઠ આરોપીઓને ઝડપી રિમાન્ડ પર લીધા હતા. જેમના રીમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે.
![સીરામિક ઉદ્યોગોમાં કરોડોનું GST કૌભાંડ, વધુ ચાર આરોપી ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2936871-thumbnail-3x2-gst.jpg)
સીરામિક ઉદ્યોગોમાં કરોડોના GST કૌભાંડમાં ચાર આરોપી ઝડપાયા
સીરામિક કંપનીમાં કરોડોના GST ચોરી કૌભાંડમાં SOG ટીમે વધુ ચાર આરોપીને ઝડપ્યા છે, જેમાં મયુર ઉધરેજા, રવિ પટેલ, રાકેશ ભાટિયા અને હિરેન સાણંદીયાને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.