ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો - coronavirus in morbi

કોરોનાની મહામારીને કરાણે મોરબીમાં કોરોની દર્દીઓ માટે ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. ત્યારે, મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરોયો હતો. આ પ્લાન્ટ 4થી 5 દિવસના ટૂંકાગાળામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો હતો. આ પ્લાન્ટ માટે જરૂરી લિક્વિડ ઓક્સિજન મળી જતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો
મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો

By

Published : May 2, 2021, 5:45 PM IST

  • મોરબીમાં દર્દીઓને ઓક્સિજનની અછત વર્તાતા પ્લાન્ટ ઉભો કરાયો
  • લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો સરકારે ફાળવ્યો
  • માત્ર 4થી 5 દિવસના ટૂંકાગાળામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો

મોરબી:શહેરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. આથી, દર્દીઓને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને પગલે, મોરબી સિરામિક એસોસિએશન, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓના સહયોગથી તાકીદે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ માટે જરૂરી લિક્વિડ ઓક્સિજન મળી જતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો

આ પણ વાંચો:આણંદ અને નડિયાદ સિવિલમાં અમુલ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે

પ્રતિદિન 1000 સીલીન્ડર ભરી શકાશે

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા માત્ર 4થી 5 દિવસના ટૂંકાગાળામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો હતો. કોરોના મહામારીને પગલે સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન માટે ભટકવું ના પડે તેવા હેતુથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ પ્લાન્ટ પ્રતિદિન 1000 સીલીન્ડર ભરી શકાય તેવા 9 ટન કેપેસિટીના પ્લાન્ટને સરકારી મંજૂરીઓ પણ સાંસદ મોહન કુંડારિયાના પ્રયત્નોથી મળી ગઈ હતી. આથી, પ્લાન્ટ ચાલુ કરવા લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો સરકારે ફાળવ્યો હોવાથી પ્લાન્ટ શરુ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ખાનગી હોસ્પિટલ્સને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા AMCએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ

સાંસદ સહિતના ઉધોગપતિઓએ હાજરી આપી

મોરબીના લખધીરપુર રોડ પર એસર સિરામિક ખાતે આજે રવિવારે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. જે પ્રસંગે, સાંસદ મોહન કુંડારિયા તેમજ સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારિયા, નીલેશ જેતપરિયા, કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્લાન્ટ કાર્યરત કરાયો છે. પ્લાન્ટ માટે 14 ટન લિક્વિડ ઓક્સિજન મળ્યો છે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ ઓક્સિજન મળતો રહેશે. જેથી, મોરબી ઉપરાંત અન્ય જ્યાં જરૂરત હોય ત્યાં ઓક્સિજન પૂરો પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details