ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે રાજ્યપાલે પત્ની સાથે હવન કર્યો હતો. તે ઉપરાંત જન્મભૂમિ સહિતના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ આર્ય સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને વિવિધ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં મહર્ષિ દયાનંદ જન્મભૂમિને તીર્થધામ તરીકે વિકસાવવાના મુદ્દો મુખ્ય સ્થાને રહ્યો હતો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટંકારા આર્યસમાજની મુલાકાત લીધી
મોરબી: ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શનિવારે ટંકારા આર્યસમાજની મુલાકાતે પધાર્યા હતા. જેમાં સૌ પ્રથમ વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝૂકાવ્યું હતું અને બાદમાં આચાર્ય દેવવ્રત પોતાના પત્ની સાથે ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે પહોંચ્યા હતા.
Gujarat Governor
ટંકારા પધારેલા રાજ્યપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશના ખૂણે ખૂણે ફરીને વેદ અને ધર્મનો પ્રચાર કર્યો છે અને સામાજિક તેમજ રાષ્ટ્રીય ચેતના પેદા કરી હતી. યુવાનોને આઝાદીની લડત માટે તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને નવા સમાજની રચનામાં તેમનો ફાળો વિશાળ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
Last Updated : Jul 28, 2019, 12:52 PM IST